દ્વારકામાં શરદપુર્ણિમાનાં દિવસે ગોમતીઘાટે ભાવિકો ઉમટી પડયા

  • October 18, 2024 01:22 PM 

દ્વારકાધીશનાં દર્શન કરીને ભકતજનો ભાવવિભોર થયા


શરદપુર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી ભાવિકોનો મોટો સમુદાય દ્વારકા તીર્થયાત્રા આવી પહોંચેલ બહારથી પધારેલા ભાવિકો તથા સ્થાનિક લોકોએ ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધી દ્વારકાધીશનાં દર્શન કરી પાવનકારી ગોમતી નદીમાં સ્નાન કરવાનું પણ પુરાણોમાં વિશેષ મહત્વ ઉલેખાયુ છે.


દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પુનમ ભરવા આવતા હોય છે તેમાં પણ હાલમાં ચાલતા વિક્રમ સવંત 2080ની અંતિમ પુર્ણિમા એટલે કે આસો માસની પુનમનુ સ્નાન તેમજ ઠાકોરજીનાં દર્શન કરવા હજારો ભાવિકો વહેલી સવારથી છપ્પન સીડીએ સ્વર્ગદ્વારેથી જગત મંદિરે પ્રવેશી કાળીયા ઠાકરનાં દર્શન કયર્િ હતા. ભાવિકો કાળીયા ઠાકોરજીનાં દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા. મંદિર વહેલી સવારે છ વાગ્યે ખુલ્યુ હોય પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીનાં દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર હજારો ભાવિકો ઉમટયા હતાં.


રાજાધિરાજ દ્વારકાધીશ મુખ્ય પટરાણી રાજરાજેશ્ર્વરી ક્ષ્મણી માતાના મંદિરે શરદપુર્ણિમા નિમિતે અન્નકૂટ મનોરથ યોજાયો હતો એક તરફ દ્વારકાધીશ જગત મંદિરમાં રાસોત્સવ યોજાઇ રહ્યો હતો જયારે ઠાકોરજીનાં મુખ્ય પટરાણી ક્ષ્મણી માતાનાં મંદિરે વારાદાર પુજારી અરુણભાઇ દવે તથા કંદર્પભાઇ દવે દ્વારા યોજાયેલ અન્નકૂટ મનોરથમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.


દ્વારકા યાત્રાધામમાં હાલમાં ચાલી રહેલા પાવન આસોમાસની પુર્ણિમા એટલે કે અશ્ર્વિની પુનમનાં પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંઘ્યુ હતું. ગઇકાલે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ઠાકોરજીનાં દર્શનની પરંપરા હોય વહેલી સવારથી જ ગોમતી ઘાટે ભાવિકોની ભીડ ઉમટી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application