ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના નામ પાછળ પિતાના નામની જગ્યાએ માતાનું નામ લખવાની મંજૂરી આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નામ સુધારવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ જવાબદારી હવે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સોંપવામાં આવી છે.
અગાઉ નામ સુધારવા માટે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવી પડતી હતી, પરંતુ નવા નિયમો અનુસાર જો પિતાનું મૃત્યુ થયું હોય તો મરણ પ્રમાણપત્ર રજૂ કરીને માતાનું નામ લખાવી શકાશે.
આ ઉપરાંત છૂટાછેડા અથવા માતાના પુનઃ લગ્ન જેવા કિસ્સાઓમાં પણ વિદ્યાર્થીઓ માતાનું નામ લખાવી શકશે. આ માટે અરજદારોએ જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિનિયમ 12-કમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ તેમના નામ પાછળ માતાનું નામ પણ લખી શકશે. આ સુધારાથી છૂટાછેડા અને પુનઃ લગ્ન જેવા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓને ઘણી રાહત મળશે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMપંબન બ્રિજ: દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજના નિર્માણમાં કેટલો ખર્ચ થયો?
April 06, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech