શા માટે દળ માંથી બરતરફ ના કરવા તે અંગે જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ ખુલાસો પુછયો
જામનગર જિલ્લાની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવવાનાં હતાં ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા જામનગર જિલ્લામાંથી 300 હોમગાર્ડઝ સભ્યોની ફરજ માટે માંગણી/આદેશ કરવામાં આવેલ હતી જે સંદર્ભે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા જુદા-જુદા યુનિટોમાંથી 300 હોમગાર્ડઝને વીવીઆઈપી ફરજ પર જવા હુકમ કર્યો હતો, જેમાંથી જુદા-જુદા પોલીસ અધિકારીઓનાં ચેકિંગ દરમિયાન જુદા-જુદા ફરજના પોઈન્ટ ઉપર કુલ 64 હોમગાર્ડઝ સભ્યો ગેરહાજર હોવાનો રિપોર્ટ આવ્યો હતો, આ ગંભીર બાબતને તાકીદની ગણી આ તમામ જવાનો પાસે તાત્કાલીક ખુલાસો માંગીને રિપોર્ટ કરવા જણાવતા સનસનાટી મચી ગઇ છે.
જે અનુસંધાને આ તમામ હોમગાર્ડઝનો ખુલાસો માંગી શા માટે તેઓને દળ માંથી બરતરફ ના કરવા એ અંગે નોટિસ પાઠવવામાં આવી છે, જેથી તમામ સભ્યોનાં ખુલાસાઓ આવ્યે ખુલાસો યોગ્ય નહીં જણાય તો એવાં સભ્યોને દળ માંથી નિયમ મુજબ બરતરફ કરવામાં આવશે. હોમગાર્ડઝ દળ માનદ દળ હોવાથી હોમગાર્ડઝ સભ્યોને રેગ્યુલર ફરજો કરવા માટે દબાણ કરી શકાય નહીં, પરંતું તમામ હોમગાર્ડઝે વીવીઆઈપી બંદોબસ્ત કરવો ફરજીયાત હોય છે.
એવા ઘણાં બધાં હોમગાર્ડઝ સભ્યો છે જેઓ દળમાં ફક્ત નામ રાખીને દળનું સંખ્યાબળ ધરાવે છે અને કોઈ પણ પ્રકારની ફરજો બજાવતા નથી, જેથી પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવતી માંગણી મુજબના હુકમમાં કાયમ ઘટ આવતી હોય છે.
ટુંક સમયમાં જામનગર જિલ્લામાં હોમગાર્ડઝની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને તેથી દળમાં રહેલ આવા સુષુપ્ત અને ફક્ત સંખ્યાબળ વધારતાં અને એક પણ ફરજો ન બજાવતાં તથા એક પણ તાલીમ કેમ્પમાં હાજર ન થતાં હોમગાર્ડઝ સભ્યો માટે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટે આકરું વલણ અપનાવ્યું છે, જેથી નવી ભરતી કરવામાં આવે ત્યારે જરૂરિયાત અને સક્ષમ તથા નિષ્ઠાવાન અને ઈમાનદાર સભ્યોની ભરતી કરી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech