બેટ દ્વારકામાં 'સોને કી દ્વારકા' માં ફાયર સેફ્ટીનાં અભાવ મુદ્દે સંચાલકોને નોટીસ

  • February 05, 2025 09:57 AM 

હજારો મુલાકાતીઓની સુરક્ષાનો 'સળગતો' સવાલ: 'આજકાલ' નાં અહેવાલથી તંત્ર દોડતું થયું


તાજેતરમાં 'આજકાલ' માં બેટ દ્વારકામાં આવેલ 'સોને કી દ્વારકા - પાવન ધામ' માં ફાયર સેફ્ટીનો અભાવ હોય અગ્નિકાંડ થવાનાં જોખમને પગલે અહીં આવતા રોજનાં હજારો મુલાકાતીઓનાં જીવ જોખમમાં હોવા અંગે તથા ફાયર વિભાગનાં સંબંધિત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવાની બાંહેધરી આપી હોવાની હકીકતો સાથે અહેવાલ પ્રગટ થયા પછી તંત્ર દોડતું થયુ હતુ અને ઓખા ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.


'સોને કી દ્વારકા' માં ઇમર્જન્સી ફાયર એક્ઝીટ ન હોવાની તથા કાપડ અને પાનની દુકાનો અગ્નિકાંડની સંભાવનાઓ વાળી હોવાની તથા નિયમોનું ઉલ્લંઘન થયુ હોવા અંગેની હકીકતો ઓખા ફાયર વિભાગની સ્થળ તપામાં પ્રકાશમાં આવી છે.


સોને કી દ્વારકામાં ફાયર સેફ્ટીનાં અભાવ મુદ્દે તેનાં સંચાલકોને 7 દિવસમાં જવાબ આપવા નોટીસ પાઠવવામાં આવી છે. સંચાલકો દ્વારા વિગતે પ્રત્યુતર નહી આપવામાં આવે તો કાયદાકીય તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે એમ નોટીસમાં જણાવાયું છે.


ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના પછી દ્વારકાનો સુદામા સેતુ આજ સુધી બંધ છે પરંતુ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પછી પણ સોને કી દ્વારકામાં કોઇ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નહી એ શંકાસ્પદ  કહેવાય. આજકાલનાં અહેવાલ પછી આખરે તંત્ર જાગ્યું છે અને હવે કાર્યવાહી થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News