દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બાંધકામ શ્રમયોગીઓને સૂચના

  • July 16, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની તબીબી સહાય યોજનાનો લાભ તા.૩૧ જુલાઈ સુધી મેળવી શકાશે



દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બાંધકામ શ્રમયોગી (ઈ-નિર્માણ)ને જણાવવાનું કે, તા.૧૬/૦૭/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની તબીબી સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓની તબીબી તપાસ જેમાં ૧૭ પ્રકારના રિપોર્ટ (જેવા કે હ્રદય, કિડની, ડાયાબીટીસ, લીવર, થાઈરોઈડ વગેરે) ની તપાસ વિના મૂલ્યે સવાર ૦૯:૦૦ થી ૦૬:૦૦ દરમ્યાન જિલ્લા કચેરી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, જૂની કોર્ટ બિલ્ડિંગ, જોધપુર ગેટ, જામ ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા ખાતે કરી આપવામાં આવશે. આ માટે લાભાર્થીએ ઈ-નિર્માણ કાર્ડ નંબર તથા તેના નોંધાયેલ મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે, તેમ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application