નયારા એનર્જીના પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો, નિકાસોમાં ઘટાડો

  • May 28, 2024 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નયારા એનર્જીના પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો, નિકાસોમાં ઘટાડો

મુંબઈ: 28 મે 2024 – ભારતના સૌથી મોટા પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે જ્યારે નિકાસો ઘટી છે કારણ કે કંપની ઇંધણ માટે સ્થાનિક માંગને પહોંચી વળી શકી હતી. 
જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં નયારાએ સ્થાનિક ભારતીય બજારમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઈલ રિફાઇનરીમાં તેણે ઉત્પાદન કરેલી તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની 70 ટકાનું વેચાણ કર્યું હતું.
“નયારા એનર્જી તેના સંસ્થાકીય બિઝનેસ, અન્ય ઓઈલ કંપનીઓને વેચાણ તથા તેની પોતાની રિટેલ ચેઇન દ્વારા ભારતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વધી રહેલી માંગને સંતોષવા પર મુખ્યત્વે ધ્યાન આપી રહી છે. ઈન ઈન્ડિયા, ફોર ઈન્ડિયાના તેના મિશન પર આગળ વધતા કંપનીએ સ્થાનિક રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો અને સંસ્થાકીય વેચાણાં 12.5 ટકાનો વધારો નોંધાવ્યો હતો”, એમ કંપનીએ એકનિવેદનમાં જણાવ્યું છે.
સ્થાનિક સ્તરે વેચાયેલા પેટ્ર્રોલનો આંક 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં 0.89 મિલિયન ટન સુધી પહોંચ્યો હતો જે જાન્યુઆરી-માર્ચ 2023માં 0.60 મિલિયન ટન હતું. ડીઝલનું વેચાણ 1.7 મિલિયન ટન પર લગભગ યથાવત રહ્યું હતું. નયારા ભારતની વધતી ઊર્જા જરૂરિયાતોમાં મજબૂત પાર્ટનર તરીકે રહેવામાં માને છે અને દેશની ઊર્જા વપરાશ જરૂરિયાતો પૂરી કરતી રહેશે. વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં લણણીની સિઝનના પ્રારંભ સાથે દેશમાં આર્થિક કામગીરી માટે હકારાત્મક મોમેન્ટ જોવા મળ્યું છે.
“ભારતમાં ક્રૂડ ઓઈલ (પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ બનાવવા માટેનું રો મટિરિયલ) ના ઉત્પાદનમાં ઘટ જોવા મળી છે પરંતુ તે સરપ્લસ રિફાઇનિંગ ક્ષમતા ધરાવે છે જેના લીધે ડીઝલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ થાય છે. 233.3 મિલિયન ટનના વપરાશ સામે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ઉત્પાદન 2023-24માં 276.1 મિલિયન ટન હતું”, એમ તેલ મંત્રાલયના ડેટામાં દર્શાવવામાં આવ્યું હતું.
નયારા એનર્જી ભારતમાં વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં 6,500થી વધુ પેટ્રોલ પંપ સાથેનું સૌથી મોટું ખાનગી રિટેલ નેટવર્ક છે. તેનું રિટેલ નેટવર્ક ઉચ્ચ નિયંત્રણો અને ધોરણો માટે સંપૂર્ણ ઓટોમેટેડ (રિટેલ આઉટલેટના 98 ટકા) છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application