છોટીકાશી ગણાતા જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે કાર્તિકી પૂર્ણિમાના દિવસે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરૂ ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ખીજડા મંદિરેથી પૃથ્વી પરિક્રમા - પદયાત્રા નીકળી હતી.
આ પૃથ્વી પરિક્રમામાં ૫ મહામંગલપુરી ધામ સુરતથી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ સૂર્યનારાયણદાસજી મહારાજ, સિક્કિમથી ૧૦૮ સુધાકારજી મહારાજ, ખીજડા મંદિરના સંત ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, ૧૦૮ દિવ્યચૈતન્યજી મહારાજ સહિતના સંતો મહંતો અને મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકોએ ભજન કિર્તન સાથે નિજાનંદાચાર્ય દેવચંદ્રજી મહારાજે સ્થાપેલ ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરેથી હવાઈચોક, સેન્ટ્રલ બેન્ક, દરબાર ગઢ, કાલાવડ નાકા બહાર થઈ ઠેબા ચોકડી પાસે આવેલા ૧૨૦૦૦ પારાયણ મહામહોત્સવ સ્થળ મૂલ મિલાવા ખાતે પદયાત્રા પહોંચી હતી.
જ્યાં સંત ગુરુજનોએ ધર્મ ધ્વજા લહેરાવી મહેર સાગરના પાઠનું પઠન કર્યું હતું. આ પ્રસંગે પધારેલા સુંદરસાથ ભાવિકોએ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના નવનિર્માણ માટે પણ સેવાનો ધોધ વહાવ્યો હતો. આ પૃથ્વી પરિક્રમામાં ખીજડા મંદિરના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, કિંજલભાઈ કારસરીયા, કિશનભાઇ વસરા, પ્રણામી ગ્લોબલ સ્કૂલના જી.એલ. તનેજા, કિશોરભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application