ડુબેલી દ્વારકાના દર્શન કરનાર નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન

  • February 26, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કર્યા:      વડાપ્રધાને ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કર્યા: પૌરાણિક દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો સંકલ્પ વધુ મજબૂત થયો: દરિયાની અંદર પ્રાચીન દ્વારિકા નગરીના અવશેષોને સ્પર્શ કરવાનું વર્ષો જૂનું મારું સ્વપ્ન પૂર્ણ થયું

સ્કુબા ડાઇવ કરીને દરીયાના પેટાળમાં જઇને ડુબેલી દ્વારકાના દર્શન કરનાર નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા છે, આ સાહસીક ધાર્મિક યાત્રા અંગે વડાપ્રધાને પોતાની લાગણીઓ વ્યકત કરી છે અને કહ્યુ: છે કે ડુબેલી દ્વારકા નગરીના અવશેષોને સ્પર્શ કરવાનુ મારુ સ્વપ્ન પુર્ણ થયું છે, દરીયાની અંદર જઇને ભગવાન શ્રીકૃષ્ણને એમણે મોરપીંછ અર્પણ કર્યુ હતું, નરેન્દ્ર મોદીની આ અનોખી ધાર્મિક યાત્રાનો વિડીયો દેશભરમાં વાયરલ થઇ રહયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાહસિક ગણાતા  સ્કૂબા ડાઇવિંગ કરીને ઊંડા દરિયામાં ભગવાનશ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના  દર્શન કર્યા હતા. આ અગાઉ લક્ષદ્દીપ ખાતે પણ વડાપ્રધાનએ સાહસિક એવું  સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું.
 વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે. જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી.જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે.
આજરોજ ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો તથા ભગવાનશ્રી કૃષ્ણનું સ્મરણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકા નગરીને અર્પિત કરી ગૌરવ અનુભવુ છું. હું દેશ કાજ કરવા સાથે દેવ કાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application