રાજકોટ ડેરીમાં મ્યુનિ.ટીમ ત્રાટકી દૂધના 15 સેમ્પલ લેવામાં આવ્યા

  • June 28, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના દૂધ સાગર રોડ ઉપર આવેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ (રાજકોટ ડેરી)માં જિલ્લામાંથી આવતા દૂધ સપ્લાયરોના ટેંકરોની ચકાસણી કરી અલગ-અલગ ટેંકારોમાંથી દૂધના કુલ 15 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી તેમ ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસરએ જાહેર કર્યું હતું. રાજકોટ સહિત રાજ્યભરમાં સફેદ દૂધનો કાળો કારોબાર થઈ રહ્યો હોય તેની સામે સરકારે લાલ આંખ કરતા ભેળસેળિયાઓમાં ફેલાઈ ગયો છે. રાજકોટ સહિત રાજ્ય ભરમાં દૂધના સેમ્પલ લેવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઇ છે
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગની ટીમ તથા વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રૈયા ચોકડી થી રૈયા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં ચેકિંગ કરાયું હતું તેમ (1)રવિ પાર્સલ પોઈન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)ગંગોત્રી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)બાલાજી ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)બંસી પૂરીશાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (5)સાંઇ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (6)જય ગોપાલ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (7)શિવમ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (8) રવિરાંદલ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9) રેવડી મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)આત્મીય તેલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11) ખોડિયાર રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12) બાલાજી નાસ્તાગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. (13)કૃષ્ણમ નાસ્તા હાઉસ (14) જનતા ડેરી ફાર્મ (15) મારુતિ આઇસ્ક્રીમ (16) અતુલ આઇસ્ક્રીમ (17) યુનિટી મિલ્ક (18) રાધે ડેરી ફાર્મ (19) જોકર ગાંઠિયા (20) બાલાજી ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.


આટલા સ્થળોએથી ચીઝ, બટર, પનીરનું સેમ્પલિંગ
(1) પાણીપુરીનું પાણી (-લુઝ): સ્થળ- દિલખુશ પાણીપુરી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ.
(2) પાણીપુરીનું પાણી (લુઝ): સ્થળ- શ્રીનાથજી ભેળ પાણીપૂરી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, રાજકોટ.
(3) બટર (લુઝ): સ્થળ- શુભમ સેન્ડવીચ, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, રાજકોટ.
(4) બટર (લુઝ): સ્થળ- જિલ્લાની વડાપાઉં, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, રાજકોટ.
(5) બટેટાના વડા (લુઝ): સ્થળ- જિલ્લાની વડાપાઉં, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, રાજકોટ.
(6) પ્નીર (લુઝ): સ્થળ- જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, રાજકોટ.
(7) લાલ મરચું (લુઝ): સ્થળ- પટેલ ચાઇનીઝ પંજાબી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, રાજકોટ.
(8) આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- ભેરુનાથ કસાટા આઇસ્ક્રીમ, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application