મનપાએ ૩૬ કલાકમાં ૨૯૨ સ્ટ્રીટલાઇટના કર્યા સમારકામ

  • June 04, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર મનપાએ ૩૬ કલાકમાં ૨૯૨ સ્ટ્રીટલાઇટના સમારકામ કર્યા હતા.
સ્ટ્રીટલાઇટના સમારકામઇલેક્રટીક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, આંબેડકર નગર, ખાખચોક,ઠકકરપ્લોટ, ગધાઇવાડો, સુભાષનગર, બોખીરા, જ્યુબેલી મેમણવાડ, સુતારવાડો, વનાણા ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૩ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. તથા  છાયા તથા ધનલક્ષ્મી, પુનિતનગર, સીતારામનગર, ઝુંડાળા, નવીખડપીઠ, કોળીવાડ, ભાટીયાબજાર, ગાયવાડી, બંદરરોડ, બોખીરા, જ્યુબેલી, ચુનાભઠ્ઠી, ટકીયા વિસ્તાર, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં  કુલ ૯૨ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.


તે ઉપરાંત કમિશ્નર  તથા નાયબ કમિશ્નર (પ્રોજેકટ)ની સુચનાથી ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા કડીયાપ્લોટ, મિલપરા, વાડીપ્લોટ, રાવલીયાપ્લોટ, અવિનાશ સોસાયટી, રાંઘાવાવ, એરપોર્ટ વિસ્તાર, લક્ષ્મીનગર, હાઉસીંગ બોર્ડ, ઇન્દિરાનગર, ખાપટ, ખારવાવાડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૯૭ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.પાઇપલાઇન રીપેરીંગ
વોટરવર્કસ વિભાગ દ્વારા વોર્ડ નંબર ૧ થી ૧૩માં સુપરવિઝન કરવામાં અવોલજેમાં રઘુવંશી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તેમજ મીરાનગર, રઘુવંશી અને રમણપાર્ક વાલ્વ રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે. તથા રવિપાર્ક બાલાજી પાર્ક વોરાવાડ, આશાપુરા ચોક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.


તે ઉપરાંત પટેલનગર, કુંભારવાડો, પેરેડાઇઝ સિનેમા પાસે, વીરડીવાસ, દ્વારકાપુરી, બોખીરા, વણકરવાસ, ભાટીયાબજાર, અને રાજીવનગર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તેમજ સાઇબાબા મંદિરની પાછળના વિસ્તારમાં પાણીને અવરોધ કરતી વેલ અને કચરાને દૂર કરી વોકળાની સફાઇ કરાવવામાં આવેલ છે.
બાગ-બગીચાની સાફસફાઇગાર્ડન વિભાગ દ્વારા ‚પાળીબાગ, કમલાનેહરુ પાર્ક, રાણીબાગ,ચોપાટી વિલ્લાગાર્ડન, વાડીપ્લોક શાકમાર્કેટ ગાર્ડન, નાગાર્જુન સીસોદીયા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સાફસફાઇ તેમજ લીમડાચોક વિસ્તારમાં વૃક્ષની નડતર‚પ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલછે. તથા ‚પાળીબા  ગાર્ડન, કમલાબાગ, ચોપાટી વિલ્લા ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ, ગાર્ડન, બ્યુટીફિકેશન ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સાફસફાઇ તેમજ ધરમપુર સીમશાળા પાસે વૃક્ષોની નડતર‚પ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application