મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ૧૦ દિવસીય યુરોપ ટુર માટે ભરી ઉડાન

  • April 21, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સરકારે અર્બન મોબિલીટી (શહેરી પરિવહન) કોન્ફરન્સ માટે પસંદગી કરતા તેઓએ તા.૧૯ને શનિવારથી ૧૦ દિવસીય યુરોપ ટુર માટે ઉડાન ભરી છે, દરમિયાન આજે તેમણે જર્મનીના બર્લિન શહેર ખાતે કોન્ફરન્સમાં હાજરી આપી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, તા.૧૯થી ૨૯ એપ્રિલ સુધી કમિશનર સુમેરા ઉપરોક્ત કોન્ફરન્સ માં હાજરી આપશે અને અર્બન મોબિલિટી વિષય અંતર્ગત સિટી બસ સેવા, બીઆરટીએસ તેમજ મેટ્રો સહિતની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંગે ચર્ચા વિચારણા કરશે.

ઉપરોક્ત કોન્ફરન્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી કુલ ૧૦ આઇએએસ ઓફિસરની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલનો સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે તા.૧૯થી ૩૦ સુધી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા કોન્ફરન્સમાં હાજરી આપનાર હોય તેમનો ચાર્જ રાજકોટ જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અર્બન મોબિલિટી કોન્ફરન્સમાં એશિયા અને યુરોપ સહિત વિશ્વના વિવિધ દેશોના સનદી અધિકારીઓ ઉપસ્થિત રહી શહેરી પરિવહન સેવા અંગે ચર્ચા-વિચારણા કરશે તેમજ અનુભવોનું આદાન પ્રદાન કરશે.


સિટી બસકાંડ: ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની મિટિંગ મળી

રાજકોટમાં ઇન્દિરા સર્કલ નજીક સિટી બસએ હડફેટે લેતા ચાર નાગરિકોના મોત નિપજ્યા મામલે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા બનાવની ઉંડાણપૂર્વક તપાસ થાય અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરાઇ હતી. દરમિયાન મનપા કચેરી ખાતે આજે આ કમિટિની પ્રથમ મિટિંગ યોજાઇ હતી, કમિટિ ૩૦ દિવસ સુધી અભ્યાસ કર્યા બાદ પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News