કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કણ મોત નિપયા છે. આ ઘટના કોડીનાર મામલતદાર કચેરીની પાછળના ભાગે બની હતી, યાં એક બાળક ડૂબી રહ્યું હતું અને તેને બચાવવાના પ્રયાસમાં બીજું બાળક પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. બંને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક બાળકોમાં એકની ઉંમર ૭ વર્ષ અને બીજાની ઉંમર ૧૬ વર્ષ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઈસ્માઈલ નામનો ૭ વર્ષીય બાળક નદીમાં ડૂબી રહ્યો હતો. તેને જોઈને ૧૬ વર્ષીય શમશેરઅલી રેહમાનઅલી, જેઓ તેને બચાવવા માટે નદીમાં કૂધો હતો પરંતુ કમનસીબે બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યેા હતો. સ્થાનિકોએ બંને બાળકોને બહાર કાઢી તાત્કાલિક કોડીનારની સરકારી હોસ્પિટલ પહોંચાડા હતા,
પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક બાળકોના નામ ઈસ્લામ ભૂરા સોરઠીયા (ઉંમર ૭ વર્ષ) અને જલાલી શમશેરઅલી રેહમાનઅલી (ઉંમર ૧૬ વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આંતક અને દુ:ખનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી બંને ના મૃતદેહો ને પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નદી–તળાવો નજીક બાળકોની સુરક્ષાનો મુદ્દો ઉભો કર્યેા છે અને વાલીઓને બાળકોને આવા જોખમી સ્થળોથી દૂર રાખવા તત્રં દ્રારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech