જામનગરમાં રણજીતનગર હુડકો વિસ્તારમાં માતા અને પુત્ર પર હુમલો કરી ઘરની બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કર્યાની ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાતા ચકચાર જાગી છે, પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી ચારેય શખ્સોએ માતા-પુત્ર પર હુમલો કર્યાનું ફરીયાદમાં જાહેર થયું છે.
જામનગરમાં રણજીત નગર જુનો હુડકો વિસ્તારમાં રહેતી દિવ્યાબેન રાહુલભાઈ રાઠોડ (ઉ.વ.૩૯)એ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર મોહિત ઉપર જુની અદાવતના કારણે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમજ પોતાના ઘરની બહાર પાર્ક કરેલા સ્કૂટરમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે જામનગરમાં રહેતા ધ્રુવરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા અને તેનો પુત્ર તથો ફરદીન નામના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરીયાદમાં જણાવ્યા અનુસાર દિવ્યાબેનના પુત્ર મોહિતને એકાદ મહિના પહેલા ધ્રુવરાજસિંહ ગોહિલ સાથે બોલાચાલી થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને ધ્રુવરાજસિંહ તથા ચારેય શખ્સો તા. ૨૮ના રાત્રીના દિવ્યાબેનના ઘેર ધસી ગયા હતા. ત્યારબાદ ચારેય શખ્સોએ દિવ્યાબેન તથા તેના પુત્ર મોહિત પર હુમલો કરી તેના ઘરની બહાર પાર્ક કરેલા સ્કુટરમાં ધોકો ફટકારી તોડફોડ કરી હતી. દિવ્યાબેનની ફરીયાદના આધારે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application