ખંભાળિયા નજીક મોબાઈલ ફોન સેરવી જતા ગઠિયાઓ

  • February 16, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કેરાળા ગામે રહેતા મિલનકુમાર મણિશંકર વેગડા નામના ૨૭ વર્ષના યુવાન એસટીની બસમાં બેસીને તેમના પરિવારજનો સાથે ખંભાળિયા આવી રહ્યા હતા. ત્યારે અહીંની પાયલ ચોકડી પાસે ઉતરતી વખતે તેમનો કંપનીનો મોબાઈલ ફોન કોઈ તસ્કરો ચોરી કરીને લઈ જતા આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
***
જામનગરમાં મોટરસાયકલ હંકરી ગયાની રાવ
જામનગરના રણજીતસાગર રોડ, મયુર બાગ સોસાયટી શેરી નં. ૨માં રહેતા અને મુળ મોડપર મતવાના વતની નાથાભાઇ લખમણભાઇ વાદીનું હીરો હોન્ડા નં. જીજે૧૦બીકયુ-૦૫૯૬ ગત તા. ૮ના રોજ જકાતનાકા જતા રોડ પર સિઘ્ધી વિનાયક કારખાનાની બહાર પાર્ક કર્યુ હતું જયાથી કોઇ અજાણ્યો શખ્સ હંકારી ગયો છે, આથી તેમણે ગઇકાલે સીટી-સીમાં અજાણ્યા શખ્સ સામે બાઇક ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application