પરિક્રમામાં પરિચય થયા બાદ ફસાવી સગીરા પર દુષ્કર્મ

  • February 13, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને વીંછિયાનો શખસ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે ગણતરીના દિવસોમાં બંનેને શોધી કાઢયા હતાં.સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર દુષ્કર્મ થયાનું માલુમ પડયું હતું.જેથી પોલીસે આરોપી સામે દુષ્કર્મની કમલનો ઉમેરો કરી તેને જેલહવાલે કર્યેા હતો. સગીરા પરિક્રમમાં ગઇ હતી તે સમયે આરોપી સાથે પરિચય થયા બાદ આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા કોલ સેન્ટરમાં નોકરી કરતી હોય જયાં નોકરી પર ગયા બાદ લાપતા થયા અંગેની તા.૭૨ ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પોલીસે પોકસો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
દરમિયાન યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરી હેઠળ પીએસઆઇ વી.જી.ડોડીયા તથા ટીમે તપાસ શ કરી હતી.દરમિયાન એએસઆઇ જગમાલભાઇ ખટાણા,હેડ કોન્સ.પ્રતાપસિંહ મોયા, અને વિરેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસે સગીરાને ભગાડી જનાર વીંછિયામાં બોટાદ રોડ પર શિવાજીપરામાં રહેતા ધર્મેશ ઉર્ફે ધવલ રમેશભાઇ બેરાણી(ઉ.વ ૨૧) નામના શખસને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.બાદમાં નિયમ મુજબ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેના પર એકથી વધુ વખત દુષ્કર્મ થયાનું માલુમ પડયું હતું.જેથી આરોપી ધર્મેશ સામે દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી અને સગીરા બંને પ્રથમ વખત બે વર્ષ પૂર્વે ગીરનાર પરિક્રમામાં મળ્યા હતાં જયાં બંને વચ્ચે પરિચય થયો હતો.બાદમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઇ હતી. બાદમાં તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.બંને ફોન વાત કરતા હોય જેની જાણ પરિવારને થયા બાદ સગીરા પાસેથી પરિવારે મોબાઇલ ફોન લઇ લીધો હતો.તેમછતા બંને વચ્ચે સંપર્ક રહેતા સગીરા કોલ સેન્ટરમાં નોકરી પર ગયા બાદ આરોપી ધર્મેશ તેને અહીંથી ભગાડી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચયુ હતું

ચોટીલા–જસદણ લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચયુ
વીંછિયામાં રહેતો ધર્મેશ ઉર્ફે ધવલ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ભગાડી ગયા બાદ પ્રથમ બંને ચોટીલા ગયા હતા. યાં ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અહીં ધર્મેશે સગીરા પર દુષ્કર્મ આચયુ હતું.બાદમાં ધર્મેશ તેને જસદણમાં તેના મામાના ઘરે લઈ ગયો હતો અહીં પણ તેણે સગીરા સાથે શરીર સંબધં બાંધ્યો હોવાનું માલુમ પડું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application