ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા જગન ઉથારા મઢિયા નામના 49 યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મિલાપભાઈ રોહિતભાઈ ચંદારાણાએ મીઠાપુર પોલીસને કરી છે.
ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર સ્ટંટબાજી કરતા શખ્સો સામે ગુનો
ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે છ કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેથી રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે જી.જે. 16 બીબી 1865 નંબરના આર્ટિગા મોટરકારના ચાલકએ પોતાની કાર પૂર ઝડપે એને બેફિકરાઈપૂર્વક ચલાવી, તેની સાથે બેઠેલા બીજા ત્રણ શખ્સોએ પણ જાહેર રોડ પર વાહનમાં સ્ટંટ કરતા હતા. આમ, કારમાં જઈ રહેલા આ ચાર શખ્સોએ દરવાજાના કાચ ખોલી અને સ્ટંટબાજી કરતા પોલીસે ઝડપી લઇ બીએનએસ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
દ્વારકામાં યાત્રિકનો મોબાઇલ ચોરાયો
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ વસંતભાઈ નકુમ નામના 27 વર્ષના યુવાનોનો રૂ. 15,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન દ્વારકામાં કાનદાસ બાપુના આશ્રમ પાસેથી કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech