લાલબંગલા સર્કલ પાસે એક યુવકને મેથીપાક

  • February 14, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૃઘ્ધાને દાખલો કઢાવી આપવાના બહાને પૈસા લઇ લેતા બખેડો થયો

જામનગરની સરકારી કચેરીઓમાં વચેટીયા અને એજન્ટો ફરી અરજદારોને ખંખેરી રહયા હોવાની વિગતો સામે આવી રહી છે, થોડા વર્ષો પહેલા વચેરીયા - એજન્ટરાજ આવી કચેરીઓમાંથી દુર કરવા આદેશ છુટયા હતા જે બાદ ફરી એકવાર લેભાગુઓ અરજદારો પાસેથી દાખલાઓ કઢાવી આપવાના બહાને પૈસા પડાવતા હોવાનો મામલો આજે લાલબંગલા સર્કલ પાસે સામે આવ્યો હતો જયાં આવા એક શખ્સની ધોલાઇ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર લાલબંગલા સર્કલ નજીક દાખલો કઢાવી આપવાના બહાને એક વૃઘ્ધા પાસેથી એક યુવકે પૈસા લઇ લીધા હતા અને એ પછી દાખલો નહીં મળતા વિફરેલા વૃઘ્ધાએ જાહેરમાં યુવકને મેથીપાક ચખાડયો હતો આ વેળાએ લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને મામલો પોલીસ મથકે લઇ જવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application