જામનગરમાં મેઘ તાંડવઃ ભારે વરસાદના કારણે જિલ્લાના 14 રસ્તાઓ બંધ, ડેમ ઓવરફ્લો

  • August 27, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં પડી રહેલા ભારે વરસાદના પરિણામે તમામ નદી નાળાઓ છલકાયા છે. અને ડેમ પણ ઓવરફ્લો થયા છે. ત્યારે જામનગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 14 રસ્તાઓ હાલ બંધ છે. 



બંધ રસ્તાઓ જેમાં મોરીદડ દડવી રોડ, કાલમેઘડા અનીડા રોડ, નાની વાવડી લક્ષમીપુર, લક્ષમીપુર મોટી ભગેડી નાની ભગેડી, છતર મોટીવાવડી નવાગામ, નપાણીયા ખીજડીયા મુરીલા રોડ, મુરીલા ટુ જોઈન એસ એચ, જસાપર બાવા ખાખરીયા રોડ, અમરાપર ઉભીધાર રોડ, મહીકી ભડાનેશ વરવાડા રોડ, ચુર ટુ વાનાવડ સતાપર રોડનો સમાવેશ થાય છે.



જામનગરથી ખંભાળિયા તરફ જવાનો માર્ગ બેડ પાસે બંધ કરાયો છે. જેમાં બેડ ટોલનાકા નજીક નદીના પાણી માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. તેમજ  રંગમતીનો મેળો પાણીમાં ડૂબ્યો છે, ઘાંચીની ખડકી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસતા મોટી સંખ્યામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ 
ઘાંચીની ખડકી વાળા વિસ્તારમાં ફસાયેલા 20 લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડની બોટ બોલાવાઈ છે. 


મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં કાલાવડમાં 11 ઇંચ, જામનગરમાં સાડા ચાર ઇંચ, જોડીયામાં સાડા છ ઇંચ, ધ્રોલમાં છ ઇંચ, લાલપુરમાં સાડા આઠ ઇંચ અને જામજોધપુરમાં છ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application