તા. 26-01-2025 આપણા રાષ્ટ્રના ગણતંત્રના મહાન દિવસે સેલબી હોસ્પિટલ, ઓશવાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કૅન્સર કેર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મેગા ઓ્થોપેડિક કેમ્પ સફળતા સાથે પૂર્ણ થયેલ. આ કેમ્પમાં પગના ઘૂંટણ તેમજ કમરના દુખાવાથી પીડિત 106 લાભાર્થીને તપાસવામાં આવ્યા હતા.તેમજ કૅન્સર કેર કાઉન્સિલના બોર્ડ મેમ્બરે પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા તથા પ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ યશશવી કામગીરી બજાવી હતી.ખીમસૂર્યા જયેશભાઇ, ધર્મેશભાઈ પટેલ, સંદીપભાઈ મહેતા,દીપાબેન સોની, કાજલબેન નાખવા, મનીષાબેન ચૌહાણ,તેમજ જાની કાકા, જાગૃતિબેન જોઇસર ,આરતીબેન ભૂતૈયા, કવિતાબેન ચૌહાણ,હિરેન ત્રિવેદી ( આજકાલના સિનિયર પત્રકાર) તેમજ રોહિતભાઈ ભાનુશાલીનો પણ સમાવેશ થાય છે.ઓશવાળ ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કીર્તિભાઇ દોઢિયાનો પણ અમૂલ્ય સાથ સહકાર મળેલ. તેમજ ડો.આસિતતભાઈ આચાર્યએ હાડકાની ઘનતા માપવાની,ડો.રવિ ઢોલરીયા, ડો.હાર્દ વસાવડા,ડો.મૌલિક ગોસાઈ,ડો.હિરલ સાતા તથા ફિઝિયથેરાપીસ્ટ જય સાતાએ ફિઝિઓથેરાપીની સુંદર સેવા આપેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech