જામનગરમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન ખાતે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • May 12, 2025 02:06 PM 

જામનગરમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન ખાતે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ


જામનગરમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન, લઘુ ઉદ્યોગ ભારતી, જામનગર ઇલેક્ટ્રોપ્લેટસ એસોસિએશન, સ્વામી વિવેકાનંદ કો-ઓપરેટીવ સોસાયટી, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જલારામ ગ્રુપના સહયોગથી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 


GIDC દરેડ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પને દીપ પ્રાગટ્ય કરી જીઆઇડીસી પ્લોટ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ જયેશભાઈ સંઘાણી, જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ ચૌહાણ મનસુખભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા સહિતના અગ્રણીઓ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 


આ રક્તદાન કેમ્પમાં 150 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી  દેશ સેવા માટે તત્પર અને હાલની પરિસ્થિતિમાં સરહદ પર તૈનાત રહીને દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપી રહેલા સૈનિકોના જરૂરિયાતોને ધ્યાને લઈને જીજી હોસ્પિટલ સ્થિત સરકારી બ્લડ બેન્કમાં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application