જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિ તથા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક

  • June 13, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા પાણી સમિતિ અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, દરેક તાલુકામાં યોગ્ય રીતે પાણી વિતરણ થાય અને પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક આવે તે હેતુથી નોડલ ઓફિસરશ્રીની નિમણુંક કરવામાં આવી છે. માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં પરંતુ તાલુકા કક્ષાએ સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમજ હેન્ડપંપ, પાણીના બોર અને મોટર રીપેરીંગની કામગીરી તાત્કાલિક રીતે પૂર્ણ થાય તે માટે કલેકટરશ્રીએ સમિતિના સભ્યોને ખાસ સૂચના આપી હતી. 


ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડ, વાસ્મો યુનિટ મેનેજર સુશ્રી ભાવિકા જાડેજા, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application