મિશ્ર વાતાવરણ વચ્ચે ગરમીનો પગરવ

  • February 21, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહત્તમ તાપમાન 29.2  : લઘુતમ 21 ડીગ્રી


ક્ધટ્રોલ મના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 29.2, લઘુતમ તાપમાન 21 ડીગ્રી નોંધાયુ હતું. ગઇ કાલ કરતા આજે ભેજનું પ્રમાણ 89 ટકા અને પવનની ગતિ 40 થી 45 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી છે.


બપોરે 11 થી 5 દરમ્યાન ગરમીનું વાતારવણ જોવા મળે છે, લોકોએ પંખા, એસી ઓન કરીને ગરમીથી બચવા પ્રયાસ કયર્િ હતાં. ફાગણ મહીનાનો પગરવ થઇ ગયો હોવા છતા વહેલી સવારે નોર્મલ ઠંડી જોવા મળી હતી.


ગઇકાલે મંગળવારે લઘુતમ તાપમાન 19 ડીગ્રી, મહત્તમ 32 ડીગ્રી, ભેજ 91 ટકા અને પવનની ગતી 35 થી 40 કીમી રહેવા પામી હતી. બેવડી ઋતુના કારણે શહેરભરમાં માંદગીનો માહોલ છવાયો છે, ઘરે ઘરે શરદી, ઉધરસ, તાવના કેસો જોવા મળી રહયા છે. કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ તેમજ ગ્રામ્ય પંથકોમાં પણ વાદળીયુ વાતાવરણ અને બેવડી ઋતુના કારણે માંદગીનો માહોલ જોવા મળી રહયો છે જેને લીધે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application