ખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે

  • May 19, 2025 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ચાલી રહેલા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક - કમ- કુકની ભરતી કરવાની છે. અરજી કરવા માટે ઉમેદવારે નિયત નમુનામાં અરજી ફોર્મ ખંભાળિયામાં એસ.ટી. બસ સ્ટેન્ડ સામેની મામલતદાર કચેરી ખાતેથી રૂબરૂ જઇ મેળવવાના રહેશે. અરજી કરવા માટેના ફોર્મ તા. 27 મે સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના દિવસોમાં મધ્યાહન ભોજન શાખામાંથી સુધીમાં મેળવીને ભરેલા ફોર્મ તા. 27 સુધી રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ કરવામાં આવેલી અરજી સ્વીકાર્ય રહેશે નહીં.


ખંભાળિયા તાલુકાની બેહ પ્રાથ. શાળા, કંડોરણા પ્રાથ. શાળા, હાપી સામોર વાડી શાળા, સિધ્ધપુર પ્રાથ. શાળા, ભીંડા વાડી શાળા, બજાણા વાડી શાળા - 2, સામોર વાડી શાળા - 2, લાલપરડા વાડી શાળા - 2, ઝાકસિયા વાડી શાળા - 2, ખજૂરિયા વાડી શાળા, કન્યા શાળા શક્તિનગર, લાલપરડા વાડી શાળા - 3 તેમજ બજાણા વાડી શાળા -3 માં સંચાલક-કમ-કુકની ભરતી કરવાની છે.


આ ભરતી માટે પરિપત્ર મુજબના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચુંટાયેલા હોદો ધરાવતા હોય કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતાં હોય અથવા માનદ મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતાં હોય તેવી વ્યક્તિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યક્તિ, શાકભાજી, મરી - મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યક્તિ કે કોઈપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યક્તિ અરજી કરી શકશે નહી.


રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ ફરજિયાત રીતે નિવૃત્ત થયેલી, રૂખસદ પામેલી કે, બરતરફ કરાયેલ વ્યક્તિ અરજી કરી શકશે નહી, કોઈ પણ અન્ય જગ્યાએ માનદ વેતન મેળવતી કે નોકરી કરતી વ્યક્તિ નિમણૂંકને પાત્ર ગણવામાં આવશે નહી, વકીલાત જેવો વ્યવસાય કરતા ના હોવા જોઈએ, ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જે તે ગામના રહેવાસી છે તેનો તલાટી મંત્રીનો અભિપ્રાય અરજી સાથે પ્રમાણિત નકલોમાં જોડવાના રહેશે તેમ ખંભાળિયા મામલતદારની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application