અરજી માટે તા. 21 જૂન અંતિમ
દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં અમલીકરણ માટે જે કેન્દ્રો ખાલી છે તેવા કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલક-કમ-કુકની ભરતી કરવાની છે.
કલ્યાણપુર તાલુકાની હડમતીયા વાડી શાળા, બામણાશા વાડી શાળા, ગાગા પ્રાથ. શાળા, દેવળીયા વાડી શાળા-3, ગઢકા તાલુકા શાળા, ગઢકા વાડી શાળા-1, કલ્યાણપુર કન્યા શાળા, ખીજદળ નવાપરા પ્રાથ. શાળા, રાણપરડા પ્રાથ. શાળા, ગાંગડી વાડી શાળા, લાંબા વાડી શાળા - 3, લાંબા વાડી શાળા - 4, નાવદ્રા વાડી શાળા - 2, ભોપલકા પ્રાથ. શાળા, જેપુર પ્રાથ. શાળા, સણોસરી પ્રાથ. શાળા, , સણોસરી વાડી શાળા, જુવાનપુર પ્રાથ. શાળા, મણીપુર હાબરડી વાડી શાળા - 1, મોટા આસોટા કુમાર શાળા, મોટા આસોટા વાડી શાળા - 1 મોટા આસોટા વાડી શાળા - 2, મોટા આસોટા વાડી શાળા - 3, રાણ તાલુકા શાળા, વિરપર પ્રાથ. શાળા, સતાપર નવી વસાહત પ્રાથ. શાળા, મણીપુર હાબરડી વાડી શાળા - 2, લાંબા વાડી શાળા - 6, લાંબા વાડી શાળા - 6, મણીપુર હાબરડી વાડી શાળા -3, ભોગાત વાડી શાળા -3, ધતુરીયા વાડી શાળા - 3, ગઢકા ભાથીજી વાડી શાળા -3, નગડીયા વાડી શાળા -3, ચાચલાણા વાડી શાળા -2, કાનપર શેરડી વાડી શાળા તેમજ ધતુરીયા વાડી શાળામાં મધ્યાહન ભોજન સંચાલક-કમ-કુકની ભરતી કરાશે.
સંચાલક-કમ-કુક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ તથા સ્થાનિક લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. સંચાલક-કમ-કુક માટે અરજી કરવા માટે અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ તથા 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા ન હોવા જોઇએ.
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ મામલતદાર કચેરી, તાલુકા મહેસુલ સદન, રાવલ રોડ, કલ્યાણપુર કચેરી ખાતેથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા. 21 જૂન સુધીનો રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી. અરજી ફોર્મ સાથે જુદા જુદા ડોક્યુમેન્ટની નકલ જોડવાની રહેશે. જેમાં શૈક્ષણિક લાયકાત સર્ટીફિકેટની નકલ, આધારકાર્ડની નકલ, ચુંટણી કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, પાસબુકની નકલ, તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા, જાતીના પ્રમાણપત્રની નકલ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, અન્ય જરૂરી આધારો.
ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે તા. 26 જૂનના રોજ બપોરે બાર વાગ્યે કલ્યાણપુરની મામલતદાર કચેરી ખાતે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે તેમ કલ્યાણપુર મામલતદારની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
November 20, 2024 11:38 PMરાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીને પુરસ્કાર...જાણો નામ
November 20, 2024 11:36 PMરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMસુરત: 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સે મહિલાનો બચાવ્યો જીવ
November 20, 2024 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech