પોરબંદરના કુતિયાણા પંથકમાં ૧૦ વર્ષ પહેલા બિહારના ઈસમે સગીરાનું લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું અને બિહાર ખાતે લઈ જઈને બળાત્કાર પણ ગુજાર્યો હતો. પોલીસે જે તે સમયે બિહાર જઈને આ સગીરાને મુક્ત કરાવી હતી અને ગુનો નોંધાયો હતો તે શખ્સ નાસતો ફરતો હતો તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેરી ગામના પાટીયા પાસેથી આબાદ પકડી પાડ્યો છે.
સને ૨૦૧૫ માં આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા બીહાર વાળો ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ કરી બિહાર ખાતે પોતાના વતનમાં લઇ ગયેલ હોય જેથી તુરતજ પોરબંદર પોલીસ દ્વારા બિહાર ખાતે તપાસમાં જઈ સગીરવયની દિકરીને લઇ આવેલ હતી. અને ભોગ બનનારની પુછપરછ કરતા આરોપીએ ભોગબનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલ હોવાનું જણાવેલ હતું.
જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ ઉપરોકત ગુનાના આરોપીને શોધી કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા એ સદર કેસના કેસ કાગળીનો અભ્યાસ કરી ફળદાયક માહિતી મેળવી તે માહિત પર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રભાઇ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા નાથીબેન કછડીયા નાઓને ટેકનીકલ વર્ક કરી માહિતી મેળવેલ કે સદર ગુનાનો ગેઝેટ પ્રસિધ્ધ ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા હાલ કુતિયાણાના ટેરીગામના પાટીયા પાસે આવેલ છે. જે હકીકત આધારે હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, હિમાશુભાઇ મક્કા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા ઉં.વ.૨૮ રહે.બરાહી, પોસ્ટ ઓફીસ પરડીયા, વોર્ડ નં.૧૨. બરાહી, સહરસા, મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પો.ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રભાઈ જોષી, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઈ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, જીતુભાઇ દાસા, અજયભાઇ ચૌહાણ, ડ્રા. પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ માળીયા તથા રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech