"મહારાજ" ફિલ્મનો ખંભાળિયામાં પણ ઉગ્ર વિરોધ: વૈષ્ણવો દ્વારા આવેદન

  • June 20, 2024 09:39 AM 

ફિલ્મ પર હિન્દુઓ અને પુષ્ટિ સંપ્રદાય દ્વારા કાયમી પ્રતિબંધની માંગ



યશરાજ ફિલ્મસ દિગ્દર્શિત ફિલ્મ "મહારાજ"નો સમગ્ર દેશ સાથે ખંભાળિયાના હિન્દુઓમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. "મહારાજ" ફિલ્મમાં ભગવાન તેમજ પુષ્ટિ માર્ગને કથિત રીતે વિચિત્ર અને અસ્લિલતાથી નીચું દર્શાવવાના મનાતા આ આ પ્રયાસોથી સમગ્ર દેશના હિન્દુ સનાતન ધર્મના લોકોને લાગણી દુભાઈ છે.


આ ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે ખંભાળિયાના પુષ્ટિ સંપ્રદાયના સર્વે વૈષ્ણવો દ્વારા અહીંના સેવાકુંજ હવેલીના પૂજ્ય શ્રી ગોસ્વામી માધવીવહુજી યશોદાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ગઈકાલે બુધવારે સવારે જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના આગેવાનો કાર્યકરો પણ જોડાયા હતા અને ઉપસ્થિત તમામએ અહીંના સક્ષમ અધિકારીને "મહારાજ" ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવે તેવી રજૂઆતો કરી હતી. જેમાં સેવાકુંજ હવેલીના પૂજ્ય શ્રી માધવી વહુજી, મહાપ્રભુજી બેઠકના મયંકભાઈ અને સુરજભાઈ, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, પ્રવિણસિંહ કંચવા, ભમબાપુ, રમેશભાઈ લાલ, ઈન્દ્રજીતસિંહ પરમાર, બાલુભાઈ ગોર, ચિરાગભાઈ દતાણી, નીરૂબેન બદીયાણી, સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ-બહેનો વિગેરે જોડાયા હતા અને સૂત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application