દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ મહિલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મધુબેન ભટ્ટ

  • January 03, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યના જુદા જુદા ૫૩ જિલ્લા શિક્ષણાધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે જામનગરના ઇન્ચાર્જ અધિકારી મધુબેન ભટ્ટને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મધુબેન ભટ્ટ અગાઉ જામનગરમાં આવેલી સજુબા હાઈસ્કૂલમાં ફરજ બજાવી ચૂક્યા છે. તે પછી તેઓ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે અને ત્યાર બાદ તેઓ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. જેમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં દ્વારકા જિલ્લો જામનગર થી અલગ થયો ત્યારથી અહીં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી મહદ અંશે એક જ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તાજેતરના ઓર્ડરથી હાલ જિલ્લાને બંને શિક્ષણાધિકારી મળ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ મહિલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે શ્રીમતી મધુબેન ભટ્ટની થયેલી આ નિમણૂકને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા ખાસ મુલાકાત લઇ અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application