મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા સાંસદ પૂનમબેન માડમ

  • September 20, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લા અને મોરબી તાલુકામાં રૂા.૭૪૭૫ લાખના રસ્તાના કામોને સૈધ્ધાંતીક મંજુરી


જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના તેમજ મોરબી તાલુકાના રોડ-રસ્તા બીસ્માર હાલતમાં હોવાથી લોકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલી તેમજ રસ્તા સમારકામની તાતી જરૂરીયાત હોવાની મળેલ વ્યાપક રજુઆતો અન્વય સદરહું રસ્તાઓ સ્ટેગ્ધનીંગ અને રીસફસીગ તથા આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર જિલ્લા માટે મંત્રી રાવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેયજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુસરા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા વિગેરે પદાધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવેલ આવા કામોને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાઓના કામો માટેની આ રજુઆતોને અનુલક્ષીને જે માર્ગોને સાત વર્ષથી સમતલ કરવામાં આવેલ નથી તેવા ડેરી માર્ગ આર. આર.પી. રસ્તા ગ્રામ્ય માર્ગોને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખાસ અંગભૂત કાર્યક્રમ તળે મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે. સાંસદની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કરેલ છે.


જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસૌથી જામનગર જીલ્લા અને મોરબી તાલુકાના ૩૦ માર્ગો માટે રૂા. ૭૪૭૫ - લાખના રસ્તાના આ વિકાસ કામો સૈદ્ધાંતિક રીતે મંજુર થતા લગત વિસ્તારીના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પુનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application