જામજોધપુરને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ આપવા ધારાસભ્યની રજુઆત

  • February 07, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાનસભામાં ધારાસભ્ય હેમંત ખવાએ કરી રજુઆત

જામજોધપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડીસ્ટ્રીકટ હોસિપટલમાં અપગ્રેડ કરવાની બાબતે સરકાર વિચારણા કરી રહી છે. જામનગરમાં બે અને દેવભૂમિ દ્વારકામાં એક સબ ડીસ્ટ્રીકટ હોસિપટલની જરુરિયાત છે. પરંતુ હાલની સ્થિતિમાં એક પણ નથી. આ અંગે ઘટતુ કરવાની માંગ ધારાસભ્ય હેમંત ખવાએ કરી છે.
આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઇ ખવા દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની સુવિધા મળે તે માટે વિધાનસભામાં પ્રશ્ર્ન પુછયો હતો. હજુ સુધી ભાજપના કોઇપણ ધારાસભ્ય કે નેતાએઆ મુદે કોઇપણ કામ કર્યું નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ વિધાનસભામાં સવાલ પુછયો હતો કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલી સબ ડીસ્ટ્રીક હોસિપટલ કાર્યરત છે. તો તેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ ફકત એક સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ છે. આ એક સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ હકીકતમાં ધ્રોલ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર હતું તેને સબ ડીસ્ટ્રીકટ હોસિપટલ તરીકે અપગ્રેડ કરવા માટે અનુમતિ આપીછે. હાલની સ્થિતિમાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એક પણ સબ ડીસ્ટ્રીકટ હોસિપટલ નથી.
ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ સવાલ પુછયો હતો કે આ જિલ્લાઓમાં કેટલી નવી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલોની જરુરત છે. તો તેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં બે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની જરુરત છે અને દેવભૂમિ દ્વારકામાં એક સબ ડીસ્ટ્રીકટ હોસિપટલની જરુરત છે. ત્યારબાદ ધારાસભ્ય હેમંતભાઇ ખવા દ્વારા એ પણ સવાલ પુછવામાં આવ્યો કે આ સબ ડીસ્ટ્રીકટ હોસિપટલ કયાં સુધીમાં બનાવવામાં આવશે તો તેનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લાનાં જામજોધપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડીસ્ટ્રીકટ હોસિપટલમાં અપગ્રેડ કરવાની બાબતે સરકાર વિચારણા કરી રહી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકાને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મળે તે માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઇ ખવા વિધાનસભામાં ખુબ જ મજબૂત લડત આપી રહ્યા છે. ધારાસભ્ય હેમંતભાઇ ખવાની માંગણી હતી કે જયારે પણ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ બનેતો જામજોધપુરમાં એક સબ ડીસ્ટ્રીકટ હોસિપટલ બને. અને હાલ સરકાર આ દિશામાં વિચારણા કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application