જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોરી ના દૂષણને નિયંત્રણમાં રાખવા માટે અલગ અલગ વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં મયુર નગર વામ્બે આવાસમાં પણ શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો.
જામનગરના સીટી,સી .પો.સ્ટે વિસ્તારમા મયુરનગર વામ્બે આવાસ પાસે ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા તથા પીઆઇ જે.વી.ચૌધરી,તેમજ પી.એસ.આઈ. વી.બી.બરબસિયા તથા પોલિસ સટાફ દ્વારા ગેરકાયદેસર વ્યાજવસુલાત કરતા ઇસમો વિરુદ્ધ ફરિયાદોના નિકાલ અંગે લોકદરબાર યોજવામાં આવ્યો હતો.
જેમા આસપાસના વિસ્તાર ના આશરે ૨૦૦ જેટલા નાગરિકો હાજર રહ્યા હતા અને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. પોલીસ તંત્ર એ પણ વ્યાજ વટાવ ની પ્રવૃત્તિ સંબંધે કોઈ ફરિયાદ હોય તો જાણકારી આપવા જણાવ્યું હતું.
વ્યાજખોરીનું દુષણ ડામી દેવાના ભાગ રૂપે એસ.પી.નો દરેડ જી.આઇ.ડી.સી.માં લોક દરબાર
જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા તા.૨૭.૦૭.૨૦૨૪ના શનિવારે પ્લોટ નં.૯૦, જી.આઈ.ડી.સી. એસોસીએશન ઓફીસમાં ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરૂધ્ધની ફરીયાદોના નિકાલ કરવાના ભાગરૂપે તથા પોલીસ વિભાગને લગત અન્ય પ્રશ્ન અંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોકદરબારમાં જામનગર ગ્રામ્યના ડી.વાઈ.એસ.પી. રાજેન્દ્ર દેવધા તેમજ પંચકોષી બી. ડિવિઝન (દરેડ)ના પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા હાજર રહ્યા હતા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ એમ.ડાંગરીયા તેમજ લઘુઉદ્યોગ ભારતી જામનગરના પ્રમુખ રાજેશભાઈ આર. ચોવટીયા અને અન્ય હોદેદારો તથા કારોબારી સભ્યો અને બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા વ્યાજ વસુલાત અને અન્ય અસામાજીક તત્વો દ્વારા કોઈપણ રીતે હેરાનગતિ થતી હોય તો તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં શેહ શરમ રાખ્યા વિના જાણ કરવા અપીલ કરી હતી, અને તેની ઉપર કડક કાર્યવાહી કરી વ્યાજખોરોના ચુંગાલ માંથી મુકત કરવાની ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબૉલીવુડ કોસ્ચ્યુમ ડિઝાઈનર જામનગરની વતની હેત ગઢવીનું સન્માન કરાયું
November 19, 2024 01:14 PMજામનગર મનપામાં જન્મ મરણ શાખામાં છેલ્લા 6 મહિનાથી એક આઇડી પર કામ....લોકોને પડી રહી છે ભારે હાલાકી
November 19, 2024 01:07 PMજામજોધપુર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
November 19, 2024 12:27 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી
November 19, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech