સલાયા મરીન પોલીસ સ્ટેશને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી નિતેશ પાંડે સાહેબની અધ્યક્ષતામાં એક લોકદરબાર યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં વહાણવટી ભાઈઓ,ફિશરમેન,વેપારી આગેવાનો,અને પત્રકાર મિત્રો ખાસ હાજર રહ્યા હતા.આં લોકદરબારમાં એસપી સાહેબ દ્વારા ફિશરમેન ભાઈઓને આવનારા મોન્સુન માં સરકાર શ્રીના નિયમ મુજબ ફિશિંગમાં નાં જવા સૂચન આપેલ હતું.તેમજ આવનારી ચુંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સૂચના આપેલ હતી.તથા દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાશીલ હિલચાલ જણાઇ તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના અપાઇ હતી.આં તકે સલાયા માછીમાર આગેવાનો દ્વારા મોનસુનમાં નાના હોડીઓ વારા માછીમાર ભાઈઓને ફિશીંગ માટે જવા દેવા રજૂઆત કરાઈ હતી. આ તકે સલાયા વેપારી મંડળ પ્રમુખ ભરતભાઇ એ પણ માછીમાર ભાઈઓની આં રજૂઆતને સમર્થન આપ્યું હતું. એસપી સાહેબ દ્વારા આં રજૂઆતને ઉપર સુધી પહોચાડવા ખાતરી આપી હતી.અને આગળ સરકારશ્રીના સૂચન મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી જાણ કરાઇ હતી.અંતે વેપારી મંડળ તેમજ જુદીજુદી સંસ્થાઓ દ્વારા એસપી સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech