દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં લોક અદાલત

  • September 10, 2024 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝડપથી ન્યાયીક નિકાલ લાવવા ન્યાયિક પહેલ: તકરારનો કાયમી અને સુખદ નિવારણ લાવવા માટે ભાર: ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત


ગુજરાત રાજ્ય નામદાર ગુજરાત હાઇકોર્ટની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટના નામદાર ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલના ડાયરેકશન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નામદાર એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટીસ શ્રી બિરેન વૈશ્નવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી આર.એ. ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા આગામી શનિવાર તારીખ 14 ના રોજ જિલ્લામાં આવેલી તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવનાર છે.


આ રાષ્ટ્રીય લોક અદાલતમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી પેન્ડિંગ કેસો લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ,પેન્શન કેસ,ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસ વિગેરે તમામ કેસો મુકવામાં આવનાર છે.


આ વખતેની લોક અદાલતમાં ખાસ કરીને અદાલતમાં ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોને આઇડેન્ટીફાઈ કરી તે કેસો આગામી લોક અદાલતમાં મીડિયેશન અને કન્સીલેશનના માધ્યમથી મૂળ વિવાદ નો કાયમી સુખદ નિવારણ સમાધાનના માધ્યમથી ફેસલ થાય તે માટે સ્પેશિયલ ટાર્ગેટેડ કેસો માટે કન્સીલેશન ની અલગ અલગ કેટેગરી વાઈઝ જેમકે MACP, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, મેટ્રીમોનીયલ ડિસ્પ્યુટ અંગેની બેંચો તાલુકાથી લઈને જિલ્લા સુધીની બનાવવામાં આવેલ છે જેમાં ડેડીકેટેડ ન્યાયાધીશ તથા સિનિયર ધારાશાસ્ત્રીઓને રાખવામાં આવેલ છે. જેમના દ્વારા કોઝ લીસ્ટ બનાવી પ્રી - સીટિંગનું આયોજન કરવામાં આવે છે.


પ્રિ-લીટીગેશન કેસો એટલે આવે કેસો કે જે હજુ સુધી અદાલતમાં આવેલ નથી તેવા પ્રિ-લીટીગેશન કેસો, જેમાં પબ્લીક યુટીલીટી સર્વિસીસ સાથે સંકળાયેલા કેસો વીજ તથા પાણીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટના કેસો, બેંક રીકવરી કેસો, લેબર ડીસ્પ્યુટસના કેસો વિગેરે કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવેલ છે.


દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્વારા પેન્ડિંગ તથા પ્રિ -લીટીગેશન મળીને કુલ 5700 થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મુકવામાં આવેલ છે.


ઈ ચલણ અંગે જિલ્લા પોલીસ દ્વારા અપાયેલા ઈ-ચલણ ન ભર્યા હોય તેવા કુલ 3365 વાહન ચાલકો વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની કાયદાકીય કાર્યવાહીથી બચવા માંગતા લોકોએ ખંભાળિયામાં "નેત્રમ " કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અથવા જિલ્લાની નજીકની ટ્રાફિક શાખા કે તા. 14 ની આ લોક અદાલતના દિવસે રૂબરૂ ભરી શકાશે.


કોઈ કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી પુરો કરાવવા માટે નજીકની કોર્ટ તાલુકા કાનૂની સેવા સમિતિની સંપર્ક કરવા વિકલ્પે ખંભાળિયાના રોડ પર આવેલા હર્ષદપુર વિસ્તારમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલયનો રૂબરૂ અથવા ટેલિફોન નંબર (02833) 233775 પર સંપર્ક કરવા અથવા ઈ - મેઈલ: dlsakhambhalia@gmail.com મારફતે સંપર્ક કરવા કે હેલ્પલાઇન નંબર 15100 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application