ધણીધોરી વિનાના ગામડાઓનો રૂંધાતો વિકાસ: ગ્રામજનોમાં હાલાકી: શું સરકાર પંચાયતિરાજ ખતમ કરી દેવાની દિશામાં કામગીરી કરી રહી છે...?: ધારાસભ્ય
ભારતનું અર્થતંત્ર જેનાથી સતત ધબકતું રહે છે તે ગામડું હવે દિવસેને દિવસે સમૃદ્ધિના દ્વારે આગળ વધી રહ્યું છે. પરંતુ સરકારની અમુક ગ્રામ્ય વિરોધી નીતિને લીધે ગામડાના વિકાસમાં અગવડતા ઊભી થઈ રહી છે. જેના પુરાવારૂપ બાબત એ કહી શકાય કે આજે પણ મોટાભાગના ગામડાઓ એવા છે જે સરપંચ વિના ધણીધોરી વગર ચાલે છે. છતાં પણ સરકાર દ્વારા લાંબા સમયથી પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતી નથી. ત્યારે શું સરકાર પંચાયતીરાજ ખતમ કરી દેવાની દિશામાં કામગીરી કરી રહી છે ? તેવો ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ધગધગતો સવાલ કર્યો છે.
હેમતભાઈએ એક નિવેદનમાં જણાવ્યું કે તાજેતરમાં જ ઉચ્ચ કક્ષાએથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે બેશક આવકારદાયક બાબત છે. પરંતુ લાંબા સમયથી વિલંબમાં મુકાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની હજુ સુધી જાહેરાત ન થવા પાછળનું કારણ શું? ચૂંટણી વિલંબમાં હોવાથી ગામના લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. વિકાસના કામો તો દૂર રહ્યા પરંતુ સફાઈ, પાણી પુરવઠો, રસ્તાઓ અને સરકારી ડોક્યુમેન્ટ સહિતના અનેક કામોમાં લોકોને ભારે યાતના ભોગવવી પડી રહી છે. સરપંચના અભાવથી ગામના વિકાસ, વ્યવસ્થા અને લોકપ્રતિનિધિત્વ પર નકારાત્મક અસર પડી શકે છે.
ગ્રામ પંચાયત બોડી જે ગ્રામ્ય વિકાસ અને સ્થાનિક સ્વરાજ્ય માટે એક મજબૂત આધાર સ્તંભ તરીકે કાર્ય કરે છે. પરંતુ હાલ જામનગર જિલ્લા સહિત રાજ્યના અસંખ્ય ગામોમાં સરપંચ સહિત બોડીની અવધિ પૂર્ણ થઈ હોવાથી વહીવટી શાસન ચાલે છે. તેમાં પણ કઠણાઈની વાત એ છે કે સ્ટાફના અભાવને લીધે એક વહીવટદાર માથે 5 થી 6 ગામોનો વહીવટ સોંપી દેવામાં આવ્યો હોવાથી કામનું ભારણ ખૂબ વધે છે અને કોઈ પણ કામને પૂરતો ન્યાય મળી શકતો નથી.
ગામના લોકોના મુખ્ય પ્રતિનિધિ જેને માનવામાં આવે છે હવે તે સરપંચના જ અભાવને લીધે ગામના લોકોએ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ માટે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. પરિણામે લોકોને પોતાની સમસ્યા. માંગ કે વાત ઉચ્ચકક્ષાએ રજૂ કરવામાં ધારી સફળતા મળતી હતી. ગ્રામ પંચાયત સભ્યો પરિસ્થિતિ સુધારણા, આરોગ્ય, શિક્ષણ અને બિનમુલ્ય સેવાઓ સહિત ગ્રામ્ય વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે કાર્ય કરે છે. જોકે હાલ સરપંચ અને સભ્યોના અભાવને લઈને આવા પ્રશ્નો હાલ અધ્ધરતાલ છે.
આમ જોવા જઈએ તો ગ્રામ પંચાયતની ચુંટણી ન કરવામાં આવી હોવાથી ગામમાં સ્થાનિક સ્તરે વિકાસ, ન્યાયના તમામ મુદ્દા ટલ્લે ચડી ગયા છે જે ખૂબ ગંભીર બાબત છે. સરકારની ખેડૂત અને ગ્રામ્ય વિરોધી માનસિકતાને લીધે ગામના લોકો ખૂબ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેથી આ અંગે યોગ્ય અને ત્વરિત નિર્ણય લેવો જ ઘટે ! તેમ અંતમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાના કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech