જગતમંદિર પરિસરથી લાઇવ ટેલીકાસ્ટ કરાયું: ભક્તો બન્યા રામમય

  • January 23, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે સમગ્ર દેશની સાથે દ્વારકા જિલ્લામાં પણ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ યાત્રાધામ દ્વારકામાં અનેક વિધ કાર્યક્રમો યોજાયા હતા.આ મહોત્સવ અંતર્ગત દ્વારકા જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણ ૫૦૫ પરિવાર દ્વારા જગત મંદિર પરિસરમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જગત મંદિર પરિસર ખાતે અયોધ્યાનુ લાઈવ ટેલીકાસ્ટ રાખવામાં આવ્યું હતું અને બપોરે ઠીક ૧૨.૧૫ કલાકે અયોધ્યાની સાથે દ્વારકા જગત મંદિરથી પણ રામલલ્લાની મહા આરતી કરવામાં આવી હતી.
​​​​​​​

​​​​​​​
જગત મંદિરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જગત મંદિર શિખરની આરતી કરવામાં આવી હતી.અયોધ્યા ખાતે જ્યારે આરતી કરવામાં આવી તેની સાથે જ દ્વારકામાં પણ ભગવાન શ્રીરામની સાથે ભગવાન શ્રી દ્વારકાધીશની મહા આરતી કરવામાં આવી હતી. અને ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.
પૂજારી પરિવાર, પોલીસ તંત્ર વહીવટી તંત્ર, જગત મંદિર વહીવટી સમીતી દ્વારા આયોજન થયુ હતુ જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીઘો હતો. સાંજના સમયે દ્વારકા સંકીર્તન મંદિર દ્વારા મહારેલીનું આયોજન હાથ ધરાયું હતું. તેમજ દ્વારકા ના મુખ્ય માર્ગો, ગલીઓ તેમજ ચોક પર ભક્તોએ આરતી તેમજ પૂજા વિધિ કરી હતી.જગત મંદિરના શિખર પર ભગવા ધ્વજાજી લહેરાતા જાણે કે આખા જગતની સાથે દ્વારકા જગત મંદિર પણ રામમય બન્યું હોય તેવો અહેસાસ પ્રતિત થતો હતો. પૂજારી પરિવાર સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હિતેશ ભગોરા તેમજ જગત મંદિર ડિવાઇએસપી સમીર શારડા પણ ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application