સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટને દેશમાં નંબર વન બનાવીએ, મનપાએ લોકોને ફિડબેક આપવા લિંક જાહેર કરી

  • February 28, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકાર આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪માં રાજકોટને દેશની ટોચના સ્વચ્છ શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન અપાવવું હોય તો તે માટે રાજકોટવાસીઓના ફીડબેકનું ઘણું મહત્વ છે. સર્વેક્ષણમાં અપાતા માર્કસ આયોજન, વ્યવસ્થા, થયેલી કામગીરી ઉપરાંત પબ્લિક ફીડબેકના આધારે અપાતા હોય છે. આથી જો દરેક રાજકોટવાસીઓ ઓનલાઇન ફીડબેક આપે તો રાજકોટનો ક્રમાંક દેશ લેવલે અન્ય શહેરોથી આગળ વધશે.


તમે કેવી રીતે ફીડબેક આપી શકો ?

૧. https://sbmurban.org/feedback પર જાઓ અથવા ક્યુઆર કોડ સ્કેન કરો

૨. તમારો ૧૦ અંકનો મોબાઈલ નંબર દાખલ કરો અને મળેલ ઓટીપી દાખલ કરી વેલિડેટ કરો

૩. ગુજરાતી ભાષા પસંદ કરો અને સહમત થવા પર ક્લિક કરો

૪. તમારું રાજ્ય, જિલ્લો અને શહેર રાજકોટ પસંદ કરો

૫. તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી સબમિટ કરો


વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકીએ રાજકોટવાસીઓને અપિલ કરતા જણાવ્યું હતું કે તમારા એક પ્રતિસાદથી રાજકોટને ક્લિન અને ગ્રીન શહેર બનાવવામાં મદદ મળશે. આ અભિયાનમાં તમારા મિત્રો, પરિવારજનો અને પાડોશીઓને પણ જોડાવા માટે પ્રોત્સાહિત કરશો તો આપણે બધા મળી રાજકોટને નંબર વનના સ્થાને લાવી શકીશું તેથી આ અવસર ચૂકશો નહીં અને આજે જ તમારો ફીડબેક આપશો.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એક તબક્કે રાજકોટ દેશના ટોપ-૧૦ સ્વચ્છ શહેરોની યાદીમાં આવી ગયું હતું ત્યારબાદ વિવિધ કારણોસર છેક દેશમાં ૨૭મા ક્રમે ફેંકાઇ ગયું હતું.હવે ફરી રાજકોટને દેશનું સ્વચ્છ શહેર નં.૧ બનાવવા માટે ડિજિટલી ફીડબેક આપવાથી બહેતર પરિણામો મળી શકે છે. અલબત્ત એ વાસ્તવિકતા છે કે છેલ્લા દસ વર્ષમાં અગાઉની તુલનાએ રાજકોટ શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ સુધરી છે અને ખાસ કરીને જાહેર કચરાપેટી મુક્ત શહેર બન્યું છે તે વાસ્તવિકતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application