વી ધ પીપલ અને જલસા ગુ્રપનો અનોખો મતદાન જાગૃત્તિ કાર્યક્રમ: કવિ શૈલેષ લોઢા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, આર.જે.આકાશ સહિતના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું: પરિમલભાઈ નથવાણી, ધનરાજભાઈ નથવાણી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
લોકશાહીના મહાપર્વને ઉત્સવ બનાવવા વી ધ પીપલ અને જલ્સા ગ્રપ દ્વારા આયોજિત એવા વળાંક પર...! કાર્યક્રમના આયોજનમાં જેવું નામ છે તેના કરતા અનેકગણો જોરદાર કાર્યક્રમ બન્યો હતો. આ કાર્યક્રમમાં આર જે આકાશ અને હાસ્ય કવિ શૈલેષ લોઢા, સાંઈરામ દવે, અશોક ચારન અને પાર્થ નવીન જેવા સુપ્રસિધ્ધ કલાકારોએ ખીચોખીચ ભરેલા હોલમાં લોકોને હસાવી હસાવીને પેટ દુ:ખવા લાગ્યા હતાં તેવો જબરજસ્ત કાર્યક્રમ બન્યો હતો.
વી ધ પીપલ તેમજ જલ્સા ગુ્રપ દ્વારા હાલ ચાલી રહેલા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં જાગૃત્તતા સંદર્ભે હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર નજીક આવેલા પદમ બેન્કવેટના હોલ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ આખેઆખો ભરાય ગયો હતો અને એવા વળાંક પર...! કાર્યક્રમ રાષ્ટ્રગીત દ્વારા શરૂ કરાયો હતો. રંગમંચના કલાકાર વિરલ રચ્છ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌ પ્રથમ ઉદ્યોગપતિ અશોક પાઉંએ પ્રારંભિક અને સ્વાગત પ્રવચનમાં અન્ય દેશોની સરખામણીએ ભારત દેશ વર્તમાન સમયમાં પ્રગતિશીલ બનાવવા માટે નિષ્ઠાવાન નેતાઓની સૌથી વધુ જરૂર છે ત્યારે જામનગરના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, રિલાયન્સના ગુ્રપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, ડો.પરમિંદરકુમાર, અગ્રણી લેન્ડ ડેવલપર અને બિલ્ડર મેરામણભાઈ પરમાર તથા રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ લાલ, મિતેશભાઈ લાલ તેમજ જલ્સા ગુ્રપના નિરજ દત્તાણી, વિપુલભાઈ કોટક, વિરલ રાચ્છ, નિલેશભાઈ ઉદાણી, મિહિર કાનાણી, નીતિન માડમ, દિનેશભાઈ મારફતિયા, જયેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, બાદલભાઈ રાજાણી, નિકુ રાજાણી, હિતુલ કારીયા, દિપક પટેલ, અક્ષિત પોબા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સૌપ્રથમ આર.જે. આકાશએ જામનગર અને ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી પ્રસ્તુતિથી યુવાપેઢી તથા હોલમાં ઉ5સ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બની ગયા હતાં અને એક પછી એક પેરોડીથી લોકો વાહ વાહ કરી રહ્યા હતાં. આર.જે.આકાશે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત એવા પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનારા કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓ સાથે સેલ્ફી પડાવી પ્રચંડ મતદાન કરીને દેશનું સુકાન યોગ્ય હાથોમાં સોંપવા આહવાન કર્યુ હતું તેમજ ઉપસ્થિત યુવા વર્ગે આર.જે.આકાશની સાથે સેલ્ફી પડાવી સવારે 07 થી 10 સુધીમાં 100% મતદાન કરવાની ખાત્રી આપી હતી અને પોતે મતદાન કરી અન્ય પાંચ લોકોને મતદાન કરવા જાગૃત્ત કરશે. જામનગરના પ્રખ્યાત ગાંઠીયાથી લઇ કચોરી અને પાન સહિતની ચીજવસ્તુઓની પેરોડી સાંભળી શ્રોતાઓ આફરીન થઈ ગયા હતાં તેમજ જલ્સા ગુ્રપના હિતુલ એકેડમીના હિતુલ કારીયાએ તેની એકેડમીના પ્રથમ મતદારોને પણ 100% મતદાન કરવા અપીલ કરી હતી.
પ્રસિધ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવે એ રામ રાજ્ય અને આપણે એ વિષય ઉપર 500 વર્ષના ઈતિહાસ સુંદર શબ્દોમાં કવિ શૈલીમાં વર્ણવ્યો હતો અને આઝાદી લાવવામાં પણ બે ગુજરાતી હતી અને આઝાદી બચાવવામાં બે ગુજરાતી જ છે. સાંઈરામે તેની હાસ્યકવિ ભાષામાં શઆતમાં જ મને બહુ બદલાવવાની ટેવ નથી અને જામનગર પણ બદલાવવાની ભુલ નહીં કરી. અને નિવડી ચુકેલા નેતાઓને જ સુકાન સોંપવા અપીલ કરી હતી તથા રામના ચિત્રથી રામના ચરિત્રને જામનગરમાં સ્થાપિત કરવાથી રામ રાજ્ય સ્થપાશે. દુર્જનોની સક્રિયતા કરતા સજનોની નિષ્ક્રીયતા વધુ નુકસાનકારક છે. રામ રાજ્યએ રાજવી કરતા પ્રજાનું ચારિત્ર બતાવે છે આપણે જામનગરને પ્રેમ નહીં કરીએ તો દેશને કયારેય પણ પ્રેમ નહીં કરી શકીએ. ઉપરાંત સાંઈરામ દવેએ મત તમે તમારા સંતાનો માટે આપો છો માટે યોગ્ય વ્યક્તિને જ મતદાન કરવું. સાથે સાથે રામ રાજ્ય અંગે સાંઈ શૈલીમાં કરેલી રજૂઆતે શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા ઉપસ્થિત સર્વે લોકોને અચુક મતદાન કરી તમારા મતાધિકારનો રાષ્ટ્રના હિત માટે ઉપયોગ કરવા અપીલ કરી હતી. જેની ઉપસ્થિત સર્વે લોકોએ મતદાન કરવા ખાત્રી આપી હતી. કાર્યક્રમના બીજા ભાગમાં હિન્દી કવિ અશોક ચારને પ્રારંભિક શઆતમાં જ તેની આગવી શૈલીમાં રાષ્ટ્રના હિત અને વતન પ્રેમની કવિતાઓથી ઉપસ્થિત મહેમાનો તથા શ્રોતાઓના હાસ્યથી હોલ ગુંજી ઉઠયો હતો. એક પછી એક હિન્દી કવિતાઓએ શ્રોતાઓને ઝકડી રાખ્યા હતાં. અશોક ચારન બાદ પાર્થ નવીનએ પણ તેની હાસ્ય કવિતાઓની સાથે હાસ્ય ચૂટકલાઓ દ્વારા લોકોને હસાવી દીધા હતાં. ત્યારબાદ કાર્યક્રમના અંતમાં ફિલ્મ અને ટીવીના કલાકાર તથા સુપ્રસિધ્ધ હિન્દી હાસ્ય કવિ શૈલેષ લોઢાએ હિન્દીમાં એક પછી એક હાસ્ય અને દેશભક્તિની કવિતાઓ આગવી શૈલીમાં રજૂ કરી હતી ઉપરાંત વચ્ચે વચ્ચે ઉપસ્થિત લોકોની કોમેન્ટ કરી શ્રોતાઓને લોટપોટ હસાવ્યા હતાં. અંતમાં દેશ માટે અંતમાં શૈલેષ લોઢાએ થોડા સમય પહેલાં પૂલવા એટેકમાં શહિદ થયેલા જવાનની પત્ની ગર્ભવતી હતી અને તે સમયની એક કવિતા દેશભક્તિ માટે વર્ણવતા સમગ્ર હોલમાં ઉપસ્થિત લોકોએ ઉભા થઈ તાળીઓના ગડગડાટથી શૈલેષ લોઢાની કવિતાને વધાવી લઇ ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ જલ્સા ગુ્રપ દ્વારા રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગુ્રપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, તારક મહેતા ફેમ શૈલેષ લોઢાને હાલારી પાઘડી પહેરાવી સન્માનિત કયર્િ હતાં તેમજ હિન્દી-ગુજરાતી ફિલ્મના કલાકાર આર.જે. આકાશ, હિન્દી કવિ અશોક ચારન અને પાર્થ નવીનનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત ઉપસ્થિત મહેમાન ડો. પરમિન્દરકુમારનું મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલ્સા ગુ્રપ દ્વારા હેમલ કોટક, કેતન કોટક, ધ્યેય કોટક, વિપુલ કેટરર્સવાળા અતુલભાઈ, પરાગ વોરા, રણજીતભાઇ મારફતિયા, વિશાલભાઈ પંચમતિયા, રાહુલ મોદી અને ઉપસ્થિત મીડિયાકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech