જામનગર  : મોડા ગામે વીજ કર્મચારીને ફડાકા ઝીંકી ચેકીંગ કામગીરીના કાગળો ફાડી નાખ્યા

  • January 29, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાના મોડા ગામે રહેણાંક મકાનમાં વીજ ચેકીંગ દરમ્યાન ચાર શખ્સોએ વીજ કર્મચારી સાથે ઝપાઝપી કરી ફડાકા ઝીંકી માર મારી ચેકીંગ કામગીરીના કાગળો ફાડી નાખી પુરાવાનો નાશ અને ફરજમાં ‚કાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ધોરાજીમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા સુલેમાન સુમારભાઇ દોઢીયા(ઉ.વ.૫૩) તા.૨૮ જાન્યુઆરીના પોતાની ફરજના ભાગરૂપે જામનગર જિલ્લાના મોડા ગામે ટીમ સાથે વીજ ચેકીંગમાં ગયા હતાં. આ દરમ્યાન વીજ કંપનીના કર્મચારી સુલેમાનભાઇ અને તેની ટીમ મોડામાં રહેતા ગજેન્દ્રસિંહ અનોપસિંહ  જાડેજાના રહેણાંક મકાનમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ સમયે ગજેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા તથા તેના ભાઇ અને અરવિંદસિંહ સતુભા જાડેજા તથા તેમની સાથે આવેલા અન્ય એક શખ્સે  વીજ કર્મચારી સુલેમાનભાઇ સાથે ઝપાઝપી કરી ગાળો ભાંડી ફડાકા ઝીંકી માર મારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી  હતી.


આટલું જ નહીં સુલેમાનભાઇએ પોતાના મોબાઇલમાં કરેલું વીજ ચેકીંગનું રેકોર્ડીંગ અને ફોટોગ્રાફી ડીલીટ કરી વીજ ચેકીંગની કામગીરીના તૈયાર કરેલા કાગળો ફાડી નાખ્યા પુરાવાનો નાશ કરી સુલેમાનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સુલેમાનભાઇએ પંચ કોશી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગજેન્દ્રસિંહ સહીત ચારેય શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી નાના એવા મોડા ગામમાં ભારે ચકચાર જાગી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application