રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળાના વધતા જતા કેસને ધ્યાને લઇને મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કુલ ૨૦ જેટલી આઇસ ફેક્ટરીઓ તેમજ પાણીના જગ અને કેરબાનું વિતરણ કરતા ધંધાર્થીઓને ત્યાંથી પાણીના ૨૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વિશેષમાં આ અંગેની વિગતો જાહેર કરતા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે પાણીના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટમાં એમપીએન કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ/૧૦૦ એમએલ પ્રમાણે ૦(શૂન્ય) એટલે એક્સેલન્ટ, ૧ થી ૩ને સેટીસફેક્ટરી, ૪ થી ૯ ને ઈન્ટરમીડીએટ અને ૧૦ કે તેથી વધુનું પ્રમાણ હોય તો તેને અનસેટીસફેક્ટરી ગણવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં લીધેલા ૨૦ સેમ્પલમાં જે સેમ્પલના રીઝલ્ટ ઈન્ટરમીડીએટ આવેલ છે તેમાં (૧) મીરા મિનરલ વોટર, (૨) બાબા મિનરલ વોટર (૩)એક્વા નીર વોટર સપ્લાયરનો સમાવેશ થાય છે. તદઉપરાંત જે સેમ્પલના રીઝલ્ટ અનસેટીસફેક્ટરી આવેલ છે તેમાં (૧) માનસી વોટર (૨) મહાદેવ વોટર (૩) લાભ આઈસ ફેક્ટરી (૪) જય ચામુંડા મીનરલ વોટર (૫) ગોકુલ મીનરલ વોટર, (૬) યુ.વી. મીનરલ વોટર (૭) એક્વા ફ્રેશ વોટર (૮) ભગવતી ડ્રીન્કીંગ વોટર (૯) ભગવતી વોટર સપ્લાય, (૧૦) મહાદેવ આઈસ (૧૧) કિશન ડ્રીન્કિંગ વોટર (૧૨) સ્વર્ગ ડ્રીન્કીંગ વોટર (૧૩) રોક એક્વા (૧૪) યુ.વી. વોટર, (૧૫) શિવશક્તિ ડ્રીન્કીંગ વોટર (૧૬) શિવશક્તિ વોટર સપ્લાયર (૧૭) જાહલ ડ્રીન્કીંગ વોટરનો સમાવેશ થાય છે, ઉપરોક્ત મુજબના આ તમામ ૨૦ સેમ્પલમાં મોટી માત્રામાં બેક્ટેરિયા જોવા મળ્યા હતા તેથી આ તમામ પાણી અને બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
મોટા ભાગના આર.ઓ.ના ફિલ્ટર કામ કરતા નહોતા
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાએ જે મિનરલ વોટર પ્લાન્ટ્સમાં ચેકિંગ કર્યું તેમાંથી મોટાભાગના પ્લાન્ટસમાં આર.ઓ.ના ફિલ્ટર કામ કરતા ન હતા તેવું ધ્યાને આવ્યું હતું. આથી આરોગ્ય વિભાગે તમામને ફિલ્ટર બદલવા આદેશ કર્યો છે. ફિલ્ટર ખરાબ હોવાને કારણે પાણી યોગ્ય રીતે ફિલ્ટર થતું ન હોય બૅક્ટેરિયાનું પ્રમાણ વધુ આવતું હોય છે. ફિલ્ટર દુરસ્ત કર્યા બાદ ફરી સેમ્પલ લેવાશે અને જો ત્યારબાદ પણ બેક્ટેરિયા વધુ મળશે તો પાણીમાં બેક્ટેરિયા વધુ હોવાનું પુરવાર થયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech