જામનગરમાં રવીપાર્ક વિસ્તારમાં એકસાથે ૫૦ ઘરોમાં લંગરીયા કનેક્શન ઝડપાયા

  • October 21, 2024 10:11 AM 

ફરિયાદના કોલમાં ગયેલી ટિમ ને ચેકીંગ દરમિયાન વિજ ચોરી નું ધ્યાનમાં આવતાં તમામના સર્વીસ કેબલો ઉતારી લેવાયા


જામનગરમાં ગુલાબનગર નજીક રવિપાર્ક વિસ્તારમાં એક સાથે ૫૦ ઘરોમાં લંગરીયા નાંખીને સામુહિક રીતે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં સ્થાનિક મહિલા વિજ અધિકારી ની આગેવાનીમાં વીજ ટુકડી દ્વારા તમામ ઘરોમાંથી જપ્ત કરી લેવામાં આવ્યા છે આ બનાવને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. વીજ કર્મચારીઓની ટુકડી રીપેરીંગ કરવા ગઈ હતી, દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.


જામનગર શહેરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલી રવિપાર્ક વિસ્તાર નજીકની બે ગલીઓમાં પાવર ન આવતો હોવાની કોઈની ફરિયાદના નિવારણ માટે ગયેલી પીજીવીસીએલની ટીમને ધ્યાનમાં આવ્યું હતું કે, વિસ્તારના મોટાભાગના ઘરોમાં થાંભલાઓમાંથી ડાયરેક્ટ લંગરીયા નાંખીને વીજ વપરાશ થઈ રહ્યો છે.


વિજ કર્મચારીઓએ આ અંગે વિસ્તારના લોકોની પુછપરછ કરતાં જે લોકો ડાયરેક્ટ લંગરીયા નાંખીને વીજ વપરાશ કરતા હતા. તેઓ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતા. તેથી વીજ કર્મચારીઓએ દરબારગઢ સબ ડિવીઝનના ડે. ઈજનેર એસ. આર. પરમારને જાણ કરી હતી અને તેઓએ મહિલા ઈજનેર કોમલબેન ચંદારાણાને જાણ કરતાં મહિલા ઈજનેર અને એક્સ મીલીટરી મેન સિક્યુરીટી વિસ્તારમાં પહોંચ્યા હતા, અને લંગર કનેકશન ધરાવતા દરેક ઘરોના સર્વીસ કેબલો જ ઉતરાવી લીધા હતા.


આથી હવે આ વિસ્તારના લંગર ધારકોને નવા મીટર કનેક્શન માટે વીજ તંત્રને અરજી કરવી પડશે. આમ એક જ વિસ્તારની બે ગલીઓમાં મોટાપાયે લંગર નાખીને વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યા બાદ થયેલી કામગીરીથી વિસ્તારમાં અફડા-તફડી મચી ગઈ હતી. વીજ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારના લંગરીયા કનેકશન ઝડપાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application