અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજ્યસભામાં ગરમાગરમ ચર્ચા જોવા મળી છે. વિરોધ પક્ષના નેતા શક્તિસિંહે આ મામલે સરકારને ઘેરી છે અને આ કાંડને સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ એક દેશવ્યાપી રેકેટ છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.
શક્તિસિંહે શું કહ્યું?
શક્તિસિંહે આરોપ લગાવ્યો છે કે આ કાંડમાં કેટલાક લોકો સામેલ છે અને તેઓ આ મામલે સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મામલે સીબીઆઈ તપાસ જરૂરી છે જેથી કરીને દોષિતો સામે કાર્યવાહી કરી શકાય.
મહત્વનું છે કે આજે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ કેસમાં ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર ડૉક્ટર રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજી થકી ડૉક્ટર રાજશ્રી કોઠારીએ કહ્યું કે, આ કૌભાંડમાં તેમની કોઈ ભૂમિકા નથી. સાથે જ તેમણે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી. જ્યારે, બીજી તરફ રાજ્ય સરકારે ડૉક્ટર રાજશ્રી કોઠારીની અરજીનો પૂરજોર વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, તપાસનાં તબક્કે આગોતરા જામીન મંજૂર ન કરવા જોઈએ. આ મામલે ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ગેંગરેપના મુખ્ય આરોપીના થાવરીયા ગામે ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા ડિમોલિશન
December 04, 2024 01:41 PMખંભાળિયામાં ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
December 04, 2024 01:38 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 26 ડિસેમ્બરે યોજાશે
December 04, 2024 01:36 PMખંભાળિયા નજીક ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્વસ્થ યુવાને આપઘાત કર્યો
December 04, 2024 01:35 PMખંભાળિયા-દ્વારકા માર્ગ પર બાઈક સ્લીપ થઈ જતા સતવારા યુવાનનું કરુણ મૃત્યુ
December 04, 2024 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech