આ કેસની ટુંક હકીકત એવી છે કે, ખંભાલીયા તાલુકાના મોટા માંઢા ગામના રહીશ ફરીયાદી વિજયસિંહ શુરૂભા જાડેજા તથા ખંભાલીયાના રહીશ રામભાઈ ઉર્ફે રણમલભાઈ મુરૂભાઈ ગાગીયા વચ્ચે મિત્રતાના સબંધ હોય અને તે સબંધ નાતે રામભાઈ ઉર્ફે રણમલભાઈ મુરૂભાઈ ગાગીયાએ ફરીયાદી વિજયસિંહ પાસેથી રૂા. ૧૫,૧૧,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતાં અને સદરહુ રકમની ચુકવણી માટે આરોપી રામભાઈએ ફરીયાદી વિજયસિંહને ચેક આપેલ હતો.
જે ચેક રીર્ટન થતાં ફરીયાદી રામભાઈએ ખંભાલીયાના મહે. ચીફ.જયુડી.મેજી. સાહેબની કોર્ટમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ - ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરતાં સદરહુ ફરીયાદ ચાલી જતાં ફરીયાદી તરફે રોકાયેલ એડવોકેટશ્રીની દલીલ તથા રજૂ રાખેલ આધાર પુરાવાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી રામભાઈ ઉર્ફે રણમલભાઈ મુરૂભાઈ ગાગીયાને તકસીરવાન ઠરાવી ૬ માસની સજા તથા રૂા. ૨૦,૦૦૦/- દંડ તથા રૂા. ૧૩,૫૦,૦૦૦/- ફરીયાદીને ચુકવી આપવા અને રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.
આ કામે ફરીયાદી તરફે ખંભાલીયાના એડવોકેટ કે. એચ. ત્રીવેદી, ડી.ડી. લુણા, આર. એન. જાડેજા, ડી.એલ. ઓડીચ, એલ. વી. ગઢવી, કે.કે. પંડયા તેમજ આસી. કરણ બી. સવજાણી, ભોજા મોવર રોકાયેલ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના 10 જીલ્લામાં માવઠું થયા પછી આજે સૌરાષ્ટ્ર કચ્છમાં થશે એન્ટ્રી
May 05, 2025 10:15 AMટ્રમ્પના ફરી આક્રમક તેવર, વિદેશી ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લાદ્યો
May 05, 2025 10:10 AMવક્ફ એક્ટને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
May 05, 2025 10:08 AMજૂનાગઢની યુનિવર્સિટીના કુલપતિ માટે 80 ઉમેદવારો: શોર્ટ લિસ્ટમાં 40 બાકી રહ્યા
May 05, 2025 10:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech