તમામ ઠરાવ મંજુર
ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા ગુરુવારે મ્યુ. પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના કુલ 27 તથા અધ્યક્ષ સ્થાનેથી 3 મળી કુલ 30 ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
આ જનરલ બોર્ડમાં નગરપાલિકાના એકાઉન્ટન્ટ ધવલભાઈ ગોસ્વામી દ્વારા નગરપાલિકાનું વર્ષ 2825- 26નું બજેટ રજુ કરવામાં આવેલ હતું. આ બજેટમાં વર્ષ 2024-25 ની શરૂઆતની ઉઘડતી સિલક રૂા. 22,42,73,749 તથા વર્ષ 2025-26 ની અંદાજીત ઉપજ રૂા. 77,00,64,500 મળી કુલ રૂ. 99,43,38,249 ની આવકની સામે વર્ષ 2025-26 દરમિયાન થનારા અંદાજીત ખર્ચ રૂા. 79,86,70,000 બાદ કરતાં વર્ષના અંતે રૂા. 19,56,68,249 ની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના સદસ્યો ઉપરાંત ઈ.ચા. ચીફ ઓફિસર ચેતન ડુડિયા, વોટર વર્ક્સ વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયા, વેરા શાખાના કિશોરસિહ સોઢા, જીગ્નેશભાઈ મકવાણા સાથે શહેર ભા.જ.૫. પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, જિલ્લા ભા.જ.૫. મહામંત્રી રસિકભાઈ નકુમ, શહેર મહામંત્રી પિયુષભાઈ કણઝારીયા, ગીતાબા જાડેજા તથા નિમિષાબેન નકુમ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગનું સંચાલન દેવેન્દ્રભાઈ વારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech