ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે ગઈકાલે ગુરુવારે સાંજે શહેર ભાજપની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ વિવિધ મુદ્દે જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં વક્તવ્ય આપતા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ ખંભાળિયા શહેર મંડળ દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોની વિગતવાર માહિતી આપી અને આગામી લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારના સૌ કાર્યકરોને સોંપવામાં આવેલી કામગીરી માટે નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવવા અપીલ કરી હતી. સાથે સાથે બુથ લેવલ સુધીના તમામ કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું. જામનગર લોકસભા બેઠકને પાંચ લાખથી વધુ લીડ મળે તે માટે સક્રિય રહેવા તેમણે આહવાન પણ કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પી.એસ. જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, પી.એમ. ગઢવી, રેખાબેન ખેતીયા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા અને વધુ સક્રિય થવા અંગે વાત કરી હતી. આ બેઠકમાં સ્વાગત પ્રવચન અનિલભાઈ તન્નાએ કર્યું હતું. જ્યારે જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પી.એસ. જાડેજા દ્વારા કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અંગે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનો સર્વે બેઠકમાં ઉપસ્થિત લોકોએ અનુમોદન આપ્યું હતું. આ બેઠકમાં નવનિયુક્ત હોદ્દેદારો સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં મોટી સંખ્યામાં અપેક્ષિત હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ મુકેશભાઈ કાનાણીએ અને વંદે માતરમ્ ગીત ભવ્ય ગોકાણીએ રજુ કર્યું હતું. આ બેઠક સફળ બનાવવા માટે શહેર ભાજપની ટીમ અને તમામ મોરચાના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech