ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં રહેતા ખેડૂત સાવજુભા જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના ચોરબારીયા ગામના વતની વિનોદભાઈ માનસિંગભાઈ વહુનિયાની પત્ની સોનલબેન (ઉંમર વર્ષ ૨૫)એ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.
સોનલબેનને માવતરે આંટો દેવા માટે જવું હતું, પરંતુ પતિએ હાલમાં મગફળીની સિઝન ચાલતી હોવાથી માવતરે જવાની ના પાડતાં માઠું લાગી આવ્યું હોવાથી તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
મૃતકના પતિ વિનોદભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા, અને તેણીના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application