યુએસ પ્રમુખ જો બાયડેન અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 ફેમિલી ફોટોશૂટમાં હાજરી આપી શક્યા ન હતા. તસવીરમાં બંને જી-20 વિશ્વના નેતાઓ સાથે દેખાતા નથી. અમેરિકન પ્રશાસને આ મામલામાં લોજિસ્ટિક્સ ટીમને જવાબદાર ઠેરવી છે. જો બાયડેન સિવાય કેનેડાના વડાપ્રધાન અને ઈટાલીના વડાપ્રધાન પણ આ શુટમાં ભાગ લઈ શક્યા ન હતા.
જો બાયડેન રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની આ છેલ્લી વિદેશ યાત્રા હતી. રિયોના પ્રખ્યાત મ્યુઝિયમમાં ગ્રુપ ફોટો માટે એકઠા થયેલા G-20 નેતાઓ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે. બાયડેન અને કેનેડાના વડા પ્રધાન G-20 બેઠકની બાજુમાં દ્વિપક્ષીય બેઠકોમાં વ્યસ્ત બન્યા હતા. તેઓ ગ્રૂપ ફોટો લેવા પહોંચ્યા ત્યાં સુધીમાં બધા જ જતાં રહ્યા હતા. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલાનિયા પણ આ ફોટોશૂટમાં હાજર રહી શક્યા ન હતા.
એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, મોટાભાગના લોકો ત્યાં પહોંચી ગયા હતા. લોજિસ્ટિક્સની બાબતને ધ્યાનમાં રાખીને ફોટોશૂટ ઝડપથી કરવામાં આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રિયોમાં આ સંમેલનમાં હાજરી આપી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ICJ દ્વારા યુક્રેન યુદ્ધ માટે અપરાધી જાહેર કર્યા બાદ ધરપકડના ડરથી તે વિદેશ પ્રવાસ નથી કરી રહ્યો.
વડાપ્રધાન મોદીના આગમન પર બ્રાઝિલમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, 'રીયો ડી જાનેરોમાં મારા આગમન પર ભારતીય સમુદાય દ્વારા મળેલા ઉષ્માભર્યા અને ઉત્સાહપૂર્ણ સ્વાગતથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમની ઊર્જા સ્નેહને પ્રતિબિંબિત કરે છે જે આપણને તમામ ખંડોમાં જોડે છે. ભારતીય સમુદાયના લોકોએ શ્રી મોદીનું સંસ્કૃતમાં મંત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું. જી-20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત શ્રી મોદીએ વિશ્વના નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામજોધપુર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ
November 19, 2024 12:27 PMજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી
November 19, 2024 12:25 PMબેહિસાબ કમાણી સાથે કાઈલી જેનર બની ટોપ સેલિબ્રિટી
November 19, 2024 12:05 PMલાઈવ કોન્સર્ટમાં આયુષ્માન પર ડોલરવર્ષા
November 19, 2024 12:02 PMબોયફ્રેન્ડ એ ફિલ્મ છોડવા કહ્યું તો નયનતારાએ એને જ છોડી દીધો
November 19, 2024 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech