જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ.એ "જિયો ફાઈનાન્સ" એપનું બેટા વર્ઝન રજૂ કર્યું

  • May 31, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે દરેક ભારતીયની નાણાકીય સુખાકારીને વિસ્તારવાની પોતાની પરિવર્તનકારી યાત્રામાં નોંધપાત્ર આગેકદમ બનશે

 

જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ. એ "જિયોફાઈનાન્સ" એપના (βeta મોડમાં) લોન્ચિંગની જાહેરાત કરી છે. આ એપ રોજિંદા નાણાકીય તેમજ ડિજિટલ બેન્કિંગ વ્યવહારોને ક્રાંતિકારી બનાવતું અત્યાધુનિક પ્લેટફોર્મ છે. આ એપ સીમલેસ રીતે ડિજિટલ બેન્કિંગ, UPI ટ્રાન્ઝેક્શન્સ, બિલ સેટલમેન્ટ, વીમા સલાહકારને એકીકૃત કરે છે તેમજ એકાઉન્ટ્સ અને સેવિંગ્સ પર એક સાથે નજર રાખવાની સુવિધા પૂરી પાડે છે, અને તે બધું જ એક યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ પર.


ઝંઝટમુક્ત નેવિગેશન માટે ડિઝાઈન કરાયેલી "જિયોફાઈનાન્સ" એપ નાણાકીય ટેકનોલોજી સાથે પરિચિતતાના તમામ લેવલ યુઝર્સને પૂરા પાડશે, જેનાથી માથાકૂટ વિના નાણાનું સંચાલન આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.


ભવિષ્યની યોજનાઓમાં લોન સોલ્યુશન્સના વિસ્તરણનો સમાવેશ થાય છે, જેની શરૂઆત મ્યુચ્યુઅલ ફંડ્સ પર લોનથી શરૂ થઈને હોમ લોન્સ સુધી ફેલાશે, જે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પરત્વેની કટિબદ્ધતા દર્શાવે છે.


"જિયોફાઈનાન્સ" દ્વારા હંમેશા વિશ્વાસ, સંલગ્નતા અને પારદર્શિતાને પ્રાથમિકતા અપાય છે, જેના હેઠળ ડિજિટલ બેન્કિંગ અનુભૂતિને નવપલ્લિત કરવા સતત સુધારા માટે યુઝર ફીડબેક લેવાય છે. આના મહત્ત્વના ફીચર્સમાં ઈન્સ્ટન્ટ ડિજિટલ એકાઉન્ટ ખોલવા તેમજ "જિયો પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ" ફીચર વડે સરળ બેંક સંચાલનની સુવિધાનો સમાવેશ થાય છે. ગ્રાહકોની સંતુષ્ઠિ સુનિશ્ચિત કરવા, "જિયોફાઈનાન્સ"ને બીટામાં લોંચ કરાશે, અને સુધારા માટે યુઝર ઈનપુટ આમંત્રિત કરાશે.


"બજારમાં જિયોફાઈનાન્સ એપ પ્રસ્તુત કરીને અમે રોમાંચિત છીએ. આ એવું પ્લેટફોર્મ દરેક વ્યક્તિના વર્તમાન ફાઇનાન્સ નિયમનને બદલવાનો ઉદ્દેશ ધરાવે છે. અમારો અંતિમ ધ્યેય તમામ પ્રદેશોમાંના કોઈ પણ યુઝર માટે એક જ પ્લેટફોર્મ પર તેમની નાણાકીય બાબતોને લગતી તમામ બાબતોને સરળીકૃત કરવાનો છેજેના હેઠળ ધિરાણ, રોકાણવીમાપેમેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન્સ જેવી પ્રસ્તુતિઓને સર્વગ્રાહી સ્વરૂપે પ્રસ્તુત કરાશે તેમજ નાણાકીય સેવાઓને વધુ પારદર્શીપોષાય તેવી અને ઝડપી બનાવાશે," એમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application