ખંભાળિયાના માર્કેટ યાર્ડમાંથી ૧.૦૪ લાખના જીરુની ચોરી

  • January 13, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૯૦ કીલો જીરુ ભરેલા બાચકા તસ્કરો લઇ ગયા : પોલીસની તપાસ

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રમેશભાઈ જીવાભાઈ કનારા નામના ૨૮ વર્ષના યુવાને ગત તારીખ ૧૦ ના રોજ અહીંના માર્કેટિંગ યાર્ડમાં આવેલા શેડ નંબર ૫ માં પોતાનું ખેત ઉપજનું જીરૂ રાખ્યું હતું. ત્યાર અહીં રાખવામાં આવેલા કુલ ૨૯૦ કિલોગ્રામ વજનના છ બાચકા જીરૂ કોઈ તસ્કરો રાત્રિના સમયે ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, કુલ રૂપિયા ૧,૦૪,૫૦૦ ની કિંમત ૨૯૦ કિલોગ્રામ જીરૂની ચોરી થવા સબબ બજાણા ગામના વેપારી રમેશભાઈ જીવાભાઈ કનારા (ઉ.વ. ૨૮) દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭ તથા ૩૮૦ મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application