જામનગર વોર્ડ નં. 6માં ભાજપ કાયર્લિય પર તોડફોડમાં ટોળા સામે ગુનો

  • April 29, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયોટીંગ, તોડફોડ, મારી નાખવાની ધમકી આપ્યાની મહિલાઓ સહિતના 100 સામે રાવ : સીસી ફુટેજના આધારે પોલીસની તપાસ


જામનગરમાં વોર્ડ નં. 6માં ભાજપ કાયર્લિય ખાતે રાજપુત સમાજના મહિલાઓ સહિતના લોકો દોડી ગયા હતા અને સુત્રોચ્ચાર સાથે હંગામો મચાવ્યો હતો, દરમ્યાન આ પ્રકરણમાં મહિલાઓ સહિતના 100 સામે સીટી-સી ડીવીઝનમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસી ફુટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.


જામનગરના યાદવનગર વિસ્તાર વોર્ડ નં. 6માં શનિવારે ભાજપ કાયર્લિય ખાતે રાજપુત સમાજના યુવા, મહિલાઓ સહિતના ત્યાં પહોચ્યા હતા અને કાયર્લિય ખાતે સભામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું તેમજ ખુરશીઓ ઉલાળી નાખી હતી, આથી ભારે અફળા તફળીનો માહોલ જોવા મળ્યો હતો અને આ બાબતે શહેરમાં ચચર્ઓિ જાગી હતી.


દરમ્યાનમાં ગઇકાલે અહીંના સીટી-સી ડીવીઝનમાં આ મામલે રાયોટીંગ, તોડફોડ, મારી નાખવાની ધમકી આપવા સબબ ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જયદીપસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઉર્ફે બાપુડી દરબાર, નરેન્દ્રસિંહ જાડેજા, મીનાબા જાડેજા, પ્રજ્ઞાબા જાડેજા, અસ્મીતા પરમાર તથા અન્ય અજાણ્યા મળી અંદાજે 100 જેટલા લોકો સામે ફરીયાદ થઇ હતી.


સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા સીસી ફુટેજના આધારે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ હોય તેની ઓળખ અને શોધખોળ શ કરીને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.


ખીજદડમાં પ્રચાર રથ રોકનારાઓ સામે ફરીયાદ

દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે ભાજપના ઉમેદવારના પ્રચાર રથ કે જે કલ્યાણપુરથી અન્યત્ર જવા નીકળેલ ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ રથ રોકડી એલઇડી સિસ્ટમ અને ઇલેકટ્રીક સાધનોમાં તોડફોડ કરી હતી, આ મામલે અજાણ્યા સામે ફરીયાદ કરવામાં આવી છે અને સ્થાનીક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application