જામનગરના જાણીતા ઓર્થો. સર્જન સાથે લાખોની છેતરપીંડી

  • February 17, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરનાં એક જાણીતા ઓર્થો. તબીબે જુદી જુદી છ કંપનીમાં શેરો ખરીદયા હતા. તેના વ્યવહારો ડીમેટ એકાઉન્ટમાં નહીં નાખી માર્જીન પેટે આવેલ શેર પોતાની કંપનીનાં એકાઉન્ટમાં રાખી વિશ્ર્વાસઘાત કર્યાનો સામે આવતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે. જયાં આરકેડીયા શેર બ્રોકર પ્રા.લી.નાં ડાયરેકટર સહિતનાં શખ્સો સામે વિધિવત પોલીસ ફર્યિાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે. 


જામનગરમાં પાર્ક કોલોની ખાતે સુજલ હાઉસમાં રહેતા ડો. કિશોરભાઇ સાજનમલ મહેશ્ર્વરીએ ગઇકાલે સીટી બી ડીવીઝનમાં આરકેડીયા શેર અને બ્રોકર પ્રા.લી. કાું.ના ડાયરેકટર નીતીન અમૃતલાલ તથા એન્ટોની સીકવેટા તથા પ્રેમ એન્ટોની સીકવેટા તથા યશ રમેશ બ્રહ્મભટ્ટ તેમજ રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટની વિરુદ્ધ વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. 


ફરીયાદી તબીબ કિશોરભાઇએ જુદી જુદી છ કંપનીનાં શેરો જેની કુલ કિંમત રુ. ૪૧,૮૬,૫૫૬ની ખરીદ કરેલ હોય. તેના વ્યવહારો ફરીયાદીનાં ડિમેટ એકાઉન્ટમાં આરોપીઓએ નહિ નાંખી તેમજ માર્જીન પેટે આવેલ શેરો પોતાની કંપનીના એકાઉન્ટમાં રાખી આ રકમ પોતાના અંગત વપરાશમાં લઇ આરોપીઓએ ફરિયાદ તબીબ સાથે વિશ્ર્વાસઘાત કરી એકબીજાને મદદગારી કરી હતી. આ ફરિયાદની તપાસ પીએસઆઇ મોઢવાડીયા ચલાવી રહ્યા છે.


વધુમાં મળેલી વિગત મુજબ ફરીયાદી તબીબે ડીમેન્ટ તથા ટ્રેડીંગ એકાઉન્ટ ૭-૧-૨૦૦૯નાં રોજ નવુ ખોલાવ્યું હતું. તે સમયે આરકેડીયા શેર અને બ્રોકર પ્રા.લી. જામનગરમાં નવી બ્રાંચ આવી હતી. અને માર્કેટીંગ માટે ઓફિસે જતા હતા. દરમ્યાન ફરીયાદી દ્વારા સમયાંતરે જુદી જુદી કંપનીનાં શેરમાં રોકાણ કર્યું હતું. ૨૦૨૧માં ઉપરોકત કંપનીનાં ડીમેટ એકાઉન્ટમાં તપાસ કરવામાં આવતા ખરીદ વેંચાણ એકાઉન્ટ બંધ થઇ ગયેલ તે બાબતે કંપનીનો સંપર્ક કરતા ઇમેલથી જાણ કરેલ કે અમારી કંપનીને એનએસસી દ્વારા ફ્રોઝન કરવામાં આવેલ છે. 


ત્યારબાદ ગત તા. ૮-૨-૨૪નાં ઇમેલ દ્વારા શેર બાબતે કેટલીક વિગતો ટાંકવામાં આવી હતી. અને ખરીદ કરેલા શેરોના વ્યવહાર તેમનાં ડીમેટ એકાઉન્ટમાં નહિં રાખીને વિશ્ર્વાસઘાત થયાનું જાણમાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application