જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દવારા ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશલ એકસ્પો-2024 નો રોડ-શો યોજાયો

  • September 20, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમએસએમઇ વિભાગ દવારા એકઝીબીશનને મંજુરી અપાઈ વ્હેલો તે પહેલાના ધોરણે અલગ અલગ કેટેગરીની 60 માઈકો તથા સ્મોલ કંપનીઓના 9 સ્કવેર મીટરના સ્ટોલને 60% તથા અન્ય કંપનીઓને રાજય સરકારની યોજના હેઠળ 70% અથવા મહતમ ા. 1 લાખ - બે માંથી જે ઓછું હોય તેટલી સબસીડી મળશે...



જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન જયારે તેની સ્થાપનાના 75 વર્ષ પુર્ણ કરી રહયું છે ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘરઆંગણે મળી રહે તે આશયથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન અને કે એન્ડ ડી કોમ્યુનીકેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે જામનગરના જ આંગણે પહેલીવાર આગામી તા.:-13 થી 16 ફેબ્રુઆરી 2025 દરમ્યાન, જામનગર-દ્વારકા હાઈવે, એઈરપોર્ટ રોડ ખાતે જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકઝીબીશન 2025 નું આયોજન કરવામાં આવનાર છે તેના પ્રોગ્રેસ વિશે તથા રાજકોટ મશીન ટુલ્સ શોમાં ઉદ્યોગના વિકાસની તકો વિશે માહિતી આપવા તથા  વિભાગની લીન મેન્યુફેકચરીંગ યોજના વિશે જાણકારી આપવા માટેના ગત તા.:-14/09/2024 ને શનિવારના રોજ બેંકવેટ હોલ, ઓસવાળ સેન્ટર ખાતે યોજવામાં આવેલ હતો.


આ કાર્યક્રમમાં  એમએસએમઇના આસી. ડાયરેકટર ઉમેશ શમર્,િ બ્રિજેશકુમાર સ્વારંકર, એનએસઆઇસીના ડેપ્યુટી ડાયરેકટર કુલદિપસિંઘ રાજપુત, જી.આઈ.ડી.સી. પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ યોગીનભાઈ છનીયારા, રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચરર્સ એસોસીએશનના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ વિરડીયા તથા અન્ય હોદેદારો, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, માનદમંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણી, સહ-ખજાનચી ભરતભાઈ દોઢીયા, ઑડીટર ઓમપ્રકાશભાઈ દુદાણી, એડીટર પરેશભાઈ માલાણી, પ્રોજેકટ ચેરમેન રાજેશભાઈ ચાંગાણી, સંજયભાઈ ડોબરીયા, કે. એન્ડ ડી. કોમ્યુનિકેશનના સીઈઓ રીતેશભાઈ શાહ, જનરલ મેનેજર અમીતભાઈ મિસ્ત્રી, અન્ય સંસ્થાના હોદેદારો/કારોબારી સમિતિના સભ્યો, આમંત્રીત સભ્યો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


સમારંભની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલાએ એસોસીએશન દ્વારા યોજાવા જઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનની માહિતી આપી હતી, એકઝીબીશનના આયોજનમાં જે સંસ્થાઓનો સહયોગ મળ્યો છે તે તમામનો આભાર વ્યકત કરી અને જામનગરના આંગણે પ્રથમવાર યોજાવા જઈ રહેલા આંતરરાષ્ટ્રીય એકઝીબીશનના આયોજનથી જામનગરના બ્રાસ ઉદ્યોગને ખુબજ ફાયદા થશે તેવી આશા વ્યકત કરી હતી, આ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનને સફળ બનાવવા માટે તમામ ઉદ્યોગકાર મીત્રોનો સાથ-સહકાર આપવા અનુરોધ કરેલ હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ઉપસ્થિત એમએસએમઇના આસી. ડાયરેકટર ઉમેશ શમર્એિ આ એકઝીબીશનના આયોજન માટે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદારોને અભિનંદન પાઠવી ઉપસ્થિત ઉદ્યોગકારોને ઉદ્યાગો માટેની એમએસએમઇ વિભાગની લીન યોજના તથા એનએસઆઇસીના ડેપ્યુટી ડાયરેકટર કુલદિપસિંઘ રાજપુતે એનએસઆઇસીની વિવિધ યોજનાઓની વિસ્તુત માહિતી આપેલ હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ યોગીનભાઈ છનીયારા, તથા રાજકોટ હાડવેર મેન્યુફેકચરર્સ એસોસીએશનના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ વિરડીયા તથા અન્ય હોદેદારોએ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદારેાને અભિનંદન પાઠવી સહયોગની ખાતરી આપી હતી.


ત્યારબાદ કે. એન્ડ ડી. કોમ્યુનિકેશનના સી.ઈ.ઓ. રીતેશભાઈ શાહે જણાવેલ કે આ સંસ્થા દવારા એમએસએમઇ અમદાવાદ તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઑર્ગેનાઈઝેશન, એન્જીનીયરીંગ એકરપોર્ટ પ્રોમોશન કાઉન્સીલ તથા તાઈપેઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરી વિદેશમાં જયા બ્રાસપાટર્સની મોટાપાયે નિકાશ કરવામાં આવે છે ત્યાંથી ખરીદદારો આ એકઝીબીશન દરમ્યાન ઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ભારત સરકારના સંરક્ષણ, રેલ્વે, શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે ઉદ્યાગો, રાજય પરિવહન વિગેરે સાહસો આ એકઝીબીશનમાં ભાગ લે તે માટેના પ્રયાસો કરાયા હતાં, જે અનુસંધાને ઉપરોકત સાહસો આ એકઝીબીશનમાં ભાગ લેનાર છે તેમ જણાવી આ એકઝીબીશનનું એમએસએમઇમાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું, જેને માન્યતા મળી ગયેલ હોય અને હાલ 40% જેટલું સ્ટોલ બુકીંગ થઈ ગયેલ છે.


આ ઉપરાંત 60 માઈક઼ો તેમજ સ્મોલ કંપનીઓ સીવાય બાકી રહેતા તમામ ઉદ્યોગકારોને રાજય સરકાર ની યોજના હેઠળ સ્ટોલ બુકીંગની રકમની 70% અથવા મહતમ ા. 1,00,000/- બે માંથી જે ઓછું હશે તે મુજબ સબસીડી મળવાપાત્ર રહેશે, જેથી ઉદ્યોગકારોને વ્હેલી તકે સ્ટોલ બુક કરાવી આ યોજનાના લાભ લેવા માટે અનુરોધ કરેલ હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઋષિતા સોની તથા ચા શાહએ કરેલ હતું, તથા આભારવિધિ સંસ્થાના ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરાએ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application